News Portal...

Breaking News :

માઈક્રોસોફ્ટની સમસ્યા સાઈબર એટેકની મોટી શક્યતાની ચર્ચા

2024-07-21 14:03:23
માઈક્રોસોફ્ટની સમસ્યા સાઈબર એટેકની મોટી શક્યતાની ચર્ચા


નવી દિલ્હી : સાયબર એક્સપર્ટ આ સમસ્યા સાયબર અટેક જ છે તેવી સ્પષ્ટતા નથી કરતાં પરંતુ તેઓ તેની શક્યતાને પણ નકારતા નથી. ડેઈલીમેઈલના રિપોર્ટ અનુસાર, ટેક એક્સપર્ટ Jake Mooreએ કહ્યું કે આ CrowdStrikeની ટેક્નિકલ ખામી છે, પરંતુ સાઈબર એટેકની શક્યતાને કારણે તેમણે આવું કર્યું નથી. 


આ સમસ્યા બાદ સોશિયલ મીડિયા પર એવી અનેક પોસ્ટ જોવા મળી રહી છે જેમાં આ એક પ્રકારનો સાયબર એટેક હોવાની વાત કરવામાં આવી રહી છે. ઘણા નિષ્ણાતો પણ આ વાત સાથે સહમત છે કારણ કે જ્યારે પણ સાયબર એટેક થયો છે ત્યારે જ આવા કિસ્સાઓ જોવા મળ્યા છે. સાયબર એટેકમાં સેવાઓ પ્રભાવિત થાય છે.શુક્રવારે 12 વાગ્યાની આસપાસ માઇક્રોસોફ્ટની વિવિધ સર્વિસમાં ટેકનિકલ આઉટેજ (Microsoft Outage) શરુ થતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. 


આ આઉટેજની અસર વિવિધ ક્ષેત્રે જોવા મળી હતી. બપોરના 12 વાગ્યાની આસપાસ સંખ્યાબંધ લેપટોપ અને કોમ્પ્યુટર આપોઆપ બંધ થઈ ગયા હતા. આ આઉટેજને કારણે એરપોર્ટથી માંડીને સુપરમાર્કેટ, બેંકિંગ, સ્ટોક માર્કેટ્સની કામગીરી ઠપ્પ થઇ ગઈ છે.CrowdStrike એક સાયબર સિક્યુરિટી કંપની છે, જે Microsoft અને અન્ય ઘણા પ્લેટફોર્મને સાયબર હુમલાઓથી બચાવવા માટે કામ કરે છે. કંપનીએ એક મોટું અપડેટ રિલિજ કર્યું હતું, જેના કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો તેને સાયબર એટેક સાથે જોડી રહ્યા છે.

Reporter: admin

Related Post