News Portal...

Breaking News :

શિવજીની સવારી સંદર્ભે બેઠક યોજાઈ

2025-02-24 13:01:05
શિવજીની સવારી સંદર્ભે બેઠક યોજાઈ


વડોદરા : મહાશિવરાત્રીએ શિવજીની સવારી સંદર્ભે ધારાસભ્ય યોગેશ પટેલ અને સત્યમ શિવમ્ સુંદરમ્ ગ્રુપના સભ્યોની પોલીસ કમિશનર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.


મહાશિવરાત્રી પર્વ માં વડોદરા શહેરમાં શિવજી કી સવારી ની ભવ્ય શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળતી હોય છે. ત્યારે આગામી 26 ફેબ્રુઆરીના રોજ શિવજી કી સવારિ ની શોભાયાત્રા નીકરનાર છે જેને લઈને આજે આયોજકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે બેઠક મળી હતી જેમાં શિવજી કી સવારીની શોભાયાત્રા પર પોલીસ તંત્ર ફાયર વિભાગ અને જીઇબી ના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી 


 આ શોભાયાત્રામાં પોલીસ વિભાગ તો ભાઈ યાત્રાના રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ ન થાય સાથે વાહન વ્યવહાર શરૂ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ શોભાયાત્રા લાખોની સંખ્યામાં શિવ ભક્તો જોડાતા હોય છે જેમાં તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે આયોજકો ની બેઠક મળી હતી જેમાં શિવજી કી સવારી ની શોભાયાત્રા ના રૂટ ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Reporter:

Related Post