નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના મેંડીયા ગામે સૂકાભાઈ રૂખડભાઈ બારીયા તેમના ખેતરના સર્વે નંબર 13મા તુવરનો પાક કરેલ હતો. પાક વ્યવસ્થિત થતા હવે ફક્ત તુવરનો પાક લેવાનો બાકી હતો. ખેતરમા તેઓ પાક સુકાવવા મુક્યો હતો. ઘરે છોકરીનુ લગ્ન હોઇ લગ્ન પતાવી તુવરનો પાક લઈ લેશું કરી મૂકી રાખેલ હતો.
તે દરમ્યાન ખેતરમા પાણી ચાલુ હોઇ ખેડૂત સામે બાજુ હતા ત્યારે અચાનક વીજ ફોલ્ટ થતા વીજપોલથી બોર મોટર અંદાજીત 50 મીટર દૂર છે, જેનો કેબલ અચાનક સળગતા તુવરનો પાક નજીક હોવાથી તુવરનો પાક સળગવા લાગ્યો હતો. ખેડૂતની નજર દૂરથી પડતા તે દોડા દોડ કરી હતી. પરંતું તુવરના પુડા સૂકા હોઇ અંદાજીત 40 મણ તુવરનો પાક બળીને ખાખ થઈ ગયો. ત્યારે નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની વીજ ફોલ્ટથી આ ઘટના બની કે અન્ય કારણોસર ઘટના બની તે સ્થળ તપાસ કરે તે જરૂરી બન્યું છે. નસવાડી તાલુકા ખેતીવાડી વિભાગ ખેડૂતની મુલાકાત કરી કંઈક ખેડૂતને આકસ્મિક સહાય તુવેર પાક બડી ગયો હોઇ આપે તેવી ખેડૂતની માંગ છે.
Reporter: