News Portal...

Breaking News :

નીટમાં ફરજિયાત સેન્ડલ કે ચપ્પલ પહેરવાં પડશે, બૂટ સાથે વિદ્યાર્થીને પ્રવેશ નહીં મળે

2024-05-04 12:49:54
નીટમાં ફરજિયાત સેન્ડલ કે ચપ્પલ પહેરવાં પડશે, બૂટ સાથે વિદ્યાર્થીને પ્રવેશ નહીં મળે


આવતીકાલે મેડિકલમાં પ્રવેશ માટે નીટ, શહેરનાં 12 કેન્દ્ર પર 6 હજાર વિદ્યાર્થીની પરીક્ષા.વિદ્યાર્થીને બીમારી હોય તો ડોક્ટરનાં પ્રિસ્ક્રિપ્શન સાથે દવા સાથે રાખી શકશે.5 મે એ મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાશે. વડોદરા શહેરમાં 12 કેન્દ્રો પર 6 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે. નીટને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ડ્રેસકોડ તેમજ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને બુટ સાથે પ્રવેશ નહીં મળે, ફરજિયાત સેન્ડલ કે ચંપલ પહેરવા પડશે. વિદ્યાર્થીઓને બીમારી હોય તો પ્રિસ્ક્રિપ્શન સાથે દવા સાથે રાખી શકશે.


મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આપવો પડે છે. જેના મેરીટના આધારે મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળે છે. 5 મેએ નીટની પરીક્ષાને પગલે વિદ્યાર્થીઓની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. બપોરે 2થી 5.20 દરમિયાન ટેસ્ટ થશે. કેન્દ્રમાં 1.30 વાગ્યા બાદ પ્રવેશ મળશે નહિ.જેની માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓ ઘડિયાળ, બ્રેસલેટ, ઘરેણા, ધાતુની વસ્તુ સાથે આવી નહીં શકે. ખાવાની વસ્તુ કે પાણીની બોટલની પણ મંજૂરી નથી. એનટીએ દ્વારા સિટી સ્લિપ જાહેર કરાઇ છે. જે વિદ્યાર્થી એનટીએની વેબસાઈટ પર જઈ ચેક કરી શકે છે. જેના થકી પરીક્ષાર્થીનું સેન્ટર જાણી શકાશે.એજન્સી દ્વારા પરીક્ષાના બે દિવસ અગાઉ એડમિટ કાર્ડ પણ જાહેર કરાશે. હોલમાં વિદ્યાર્થીઓએ હાફ સ્લીવ તેમજ ટ્રાઉઝર પહેરીને જ આવવાનું રહેશે. કુર્તા, પ્લાઝો, પાયજામો જેવા કપડા પહેરી શકશે નહી. તેમજ એમ્બ્રોઇડરી, ઝીપ પોકેટ, મોટા બટનવાળા કપડાને મંજૂરી નથી.​​​​​​​

Reporter: News Plus

Related Post