ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને સમગ્ર સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. આ આપત્તિજનક ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજના અનેક સંગઠનો એ એકત્ર થઈ સમાજ વતી પુરુષોત્તમ રૂપાલા ની ભારતીય જનતા પાર્ટી ટિકિટ કાપે તેવી માંગ કરી હતી આ માટે સમગ્ર ગુજરાત ભરમાં આંદોલન પણ શરૂ કર્યું હતું જોકે ભારતીય જનતા પાર્ટી એ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ ન કાપી તેમને ગુજરાતના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે યથાવત રાખ્યા છે.
ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ પ્રકારે પુરુષોત્તમ રૂપાલા નો અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આજે વડોદરાના લક્ષ્મીપુરા ગામમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ એકત્ર થઈ ઉગ્રસૂત્રોચાર કર્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર બેનર લગાડી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે વડોદરા ના માંજલપુર વિસ્તારમાં પણ અગાઉ માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજના યુવાનોએ બોયકોટ પુરુષોત્તમ રૂપાલા ના રોષ લગાવ્યા હતા અને ભાજપના આગેવાનો માટે પ્રવેશબંધી હોવાનું પણ બેનોરમાં ઉલ્લેખ્યું હતું..
...
Reporter: News Plus