ડભોઈ : નગરપાલિકા દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલની ખરીદી કરી લોકાર્પણ કર્યું હતું. આજે ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઇ નગરની નાની અને સાંકડી ગલીઓ અને રસ્તાઓને ધ્યાને રાખી આખો કે અન્ય આકસ્મિક બનાવની પરિસ્થિતિમા લોકોને ઝડપથી સેવા પહોંચાડવા અર્થે "ઈમરજન્સી રિસ્પોન્સ વેહિકલ" ની ખરીદી કરવામાં આવી છે.
જેના વાહનનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઇ મેહતાના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, નાણાં પંચ ચેરમેન વિશાલ શાહ, નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર તેમજ ઈ. ચા. સ્ટેશન ફાયર ઓફિસર અભિષેક શાંવત ખાસ ઉપસ્થિત રહ્યા.
આ નવી ફાયરના વાહનની સુવિધા ડભોઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આપાત્કાલીન પરિસ્થિતિઓમાં ઝડપી બચાવ અને સહાય પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઈમરજન્સી વાહનમાં તમામ આધુનિક ઉપકરણો સુજ્જ છે, જે આગ, અકસ્માત કે અન્ય પરિસ્થિતિઓમાં તરત જ કાર્યવાહી કરી શકે છે.
Reporter: admin