હિન્દુ ધર્મમાં આ યાત્રાનું ઘણું મહત્વ છે. માન્યતા અનુસાર, કાવડ યાત્રાએ ભગવાન શિવની વિશેષ પુજા વિધિ છે. શિવના ભક્તો જે કાવડ લઈને નીકળે છે તેને કાવડિયા કહેવામાં આવે છે.
કાવડ યાત્રા દરમિયાન ભગવા પોશાક પહેરેલા કાવડિયાઓના સમૂહો દૂર-દૂરથી ગંગાજળ ભરીને શિવાલયમાં જાય છે. ચાલો તમને જણાવીએ કે કાવડ યાત્રાના કેટલા પ્રકાર છે અને તેનો ઈતિહાસ શું છે? આ વર્ષની વાત કરીએ તો શિવભક્તોને કાવડ યાત્રા માટે વધુ સમય મળશે. બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વર થી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાવડ યાત્રામાં 150 થી વધુ શિવ ભક્તો જોડાયા હતા અને કાવડ યાત્રામાં કાવડ લઈને નારેશ્વરથી પદયાત્રા કાઢવામાં આવી હતી અને શહેર સલાટવાડા વિસ્તારમાં મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને નર્મદાના જળથી અભિષેક કરવામાં આવશે. ખુબ મોટી સંખ્યામાં કાવડ યાત્રા માં ભક્તો જોડાયા હતા.
Reporter: admin