News Portal...

Breaking News :

મેંદરડાના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો, બે મહિલાઓ સહિત 10 ઝડપાયા

2026-08-18 17:51:50
મેંદરડાના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો, બે મહિલાઓ સહિત 10 ઝડપાયા

જૂનાગઢના મેંદરડા વિસ્તારમાં પોલીસે દારૂની પાર્ટી સામે મોટી કાર્યવાહી કરી છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વાઇલ્ડ વાડી કોટેજના રૂમ નંબર 402માં દરોડો પાડી બે મહિલાઓ સહિત કુલ 10 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા.

પોલીસને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોટેજમાં અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રૂમમાંથી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂ, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે પકડાયેલા 10 લોકો સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓની મેડિકલ તપાસ અને આલ્કોહોલ કન્ઝમ્પશન ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મેંદરડા અને ગીર વિસ્તારના રિસોર્ટ તથા કોટેજમાં ગેરકાયદે દારૂની પાર્ટીઓ યોજાતી હોવાની ફરિયાદો વચ્ચે પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા રિસોર્ટ અને હોટેલ સંચાલકોને પણ ગેસ્ટ એન્ટ્રી સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

Reporter: admin

Related Post