સંખેડા તાલુકાના માછીપુરા ગામે એક વરસથી વધારે સમયથી ફિલ્ટર પાણીની લાઈનનું ટેસ્ટિંગ થઈ ગયું હોવા છતાં હજી સુધી લોકોને સંખેડા જૂથ પાણી પુરવઠા યોજના ભાગ 1નું પાણી પીવા માટે મળ્યું નથી.એક કિલોમીટર દૂર શેખનપુરથી પાણીની લાઇન થકી માછીપુરા ગામે પાણી આવે છે. આ પાણીનું પ્રેશર ઓછું હોવાના કારણે ઘરે ફરજિયાત મોટરથી પાણી ચઢાવવું પડે છે.જો ફિલ્ટર પાણી મળે તો લોકોને વીજ બિલ ઘટી જાય અને રાહત થઇ શકે તેમ છે. માછીપુરા ગામે મંદિરની બાજુમાં 12 મીટર ઉંચી પાણીની ટાંકી 30,000 લીટર પાણીનો સંગ્રહ થાય એવી છે.
ગામના બીજા છેડે સંપ પણ છે.આ ગામની વસ્તી આશરે 550થી 600 જેટલી છે. લોકોનો પીવાનું શુદ્ધ પાણી મળી રહે એટલા માટે સંખેડા ભાગ 1 સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ થયેલ છે.આશરે વરસ અગાઉ લાઈનનું ટેસ્ટિંગ વખતે જ પાણી છોડાયું પણ ત્યાર બાદથી અત્યાર સુધી સંપમાં પાણી આવ્યું નથી.
સ્થાનિકોના જણાવ્યાનુસાર ગામમાં એક કિલોમીટર દૂર શેખનપુર ગામેથી પાણી આવે છે.જેના કારણે પાણીનું પ્રેશર ઓછું રહે છે.ગામના મોટાભાગના ઘરો બે મજલી છે.જેથી ઉપર ટાંકી સુધી લાઈનનું પાણી પહોંચતું નથી.જેથી ફરજિયાત મોટર ચલાવવી પડે છે.જેના કારણે લાઈટ બીલનો બિનજરૂરી ખર્ચ વધી રહ્યો છે.
Reporter: