News Portal...

Breaking News :

ઇઝરાયેલી હુમલામાં મોટો ખૂનખાર: લેબનીઝ આર્મીના બ્રિગેડિયર સહિત 12નાં મોત

2026-06-07 11:51:16
ઇઝરાયેલી હુમલામાં મોટો ખૂનખાર: લેબનીઝ આર્મીના બ્રિગેડિયર સહિત 12નાં મોત


ઇઝરાયેલી હુમલામાં મોટો ખૂનખાર: લેબનીઝ આર્મીના બ્રિગેડિયર સહિત 12નાં મોત

દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ ફરી એકવાર ગંભીર બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલી સેનાએ લગભગ 150 હિઝબુલ્લાહ ઠેકાણાઓને નિશાન બનાવીને ભારે હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓ શરતી યુદ્ધવિરામ સંમતિ બાદ થોડા દિવસોમાં જ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, જેમાં લેબનીઝ સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે. ખારદાલી-નબાતીહ રોડ પર લશ્કરી વાહન પર થયેલા હુમલામાં બ્રિગેડિયર જનરલ, એક કેપ્ટન અને એક સૈનિકના મોત થયા હોવાનું લેબનીઝ સેનાએ જણાવ્યું છે.લેબનીઝ સેનાએ આ હુમલાને “ઇરાદાપૂર્વક અને પુનરાવર્તિત ક્રૂરતા” ગણાવીને કહ્યું છે કે આ પગલાં શાંતિ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે લેવામાં આવ્યા છે. 

રાષ્ટ્રપતિ જોસેફ ઓઉને હુમલાની કડક નિંદા કરી તેને લેબનીઝ સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.વડાપ્રધાન નવાફ સલામે પણ આ હુમલાની નિંદા કરતાં મૃતક અધિકારીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ, ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે હુમલા સક્રિય યુદ્ધ ક્ષેત્રમાં કરવામાં આવ્યા હતા.તાજેતરમાં ઇઝરાયેલે હિઝબુલ્લાહ સાથે જોડાયેલા વિસ્તારો પર હુમલા તેજ કર્યા છે અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વધુ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામ ફરી જોખમમાં મૂકાયો છે.

Reporter: admin

Related Post