તહેરાન : અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા ગંભીર સંઘર્ષને શાંત કરવા માટે પાકિસ્તાન મધ્યસ્થીનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ઈરાને હવે પાકિસ્તાનની ભૂમિકા પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
ઈરાની સંસદના સુરક્ષા પંચના પ્રવક્તા અને સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન એક પડોશી તરીકે સારું છે, પરંતુ મધ્યસ્થી તરીકે તે તટસ્થ નથી.ઈબ્રાહિમ રેઝાઈએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન મધ્યસ્થી તરીકેની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે. એક મધ્યસ્થીએ નિષ્પક્ષ હોવું જોઈએ, જ્યારે પાકિસ્તાન હંમેશા અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પના હિતોનું સમર્થન કરે છે.ઈરાની સાંસદે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પાકિસ્તાન અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની હિંમત કરતું નથી.
તે હંમેશા ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકી જાય છે. રેઝાઈએ દાવો કર્યો કે ભૂતકાળમાં અમેરિકાએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો સ્વીકાર્યા હતા પરંતુ બાદમાં તે ફરી ગયું હતું, તેમ છતાં પાકિસ્તાન આ મુદ્દે મૌન રહ્યું છે. પાકિસ્તાન લેબનાન મુદ્દે કે ઈરાનની અટકાવેલી સંપત્તિઓ વિશે અમેરિકાની અધૂરી કમિટમેન્ટ્સ પર પણ કંઈ બોલતું નથી.
Reporter: admin







