News Portal...

Breaking News :

સિક્રેટ સર્વિસના એજન્ટ્સે હિલ્ટન હોટેલમાં હુમલાખોરને બંદૂક અને ચાકુ સાથે ઝડપી લીધો

2026-04-27 10:36:12
સિક્રેટ સર્વિસના એજન્ટ્સે હિલ્ટન હોટેલમાં હુમલાખોરને બંદૂક અને ચાકુ સાથે  ઝડપી લીધો


વોશિંગ્ટન : દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન સ્થિત હિલ્ટન હોટેલમાં પહેલી વખત વ્હાઈટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ એસોસિએશન ડીનરમાં હાજરી આપી હતી અને તેઓ અમેરિકન મીડિયા અને સેલિબ્રિટીઓથી ઘેરાયેલા હતા તેવા સમયે શનિવારે સાંજે તેમના પર ત્રીજી વખત જીવલેણ હુમલો થયો હતો. 


જોકે, હુમલાખોર બંદૂક અને ચાકુ સાથે હોટેલમાં ડીનર પાર્ટી ચાલતી હતી ત્યાં પહોંચે તે પહેલા લોબીમાં જ સિક્રેટ સર્વિસના એજન્ટ્સે તેને ઝડપી લીધો હતો. લોબીમાં ગોળીબારના અવાજો થતાં બોલ રૂમમાં હોબાળો મચી ગયો હતો. સિક્રેટ સર્વિસના એજન્ટ્સ પ્રમુખ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા, ઉપપ્રમુખ જેડી વેન્સ સહિતની સેલિબ્રિટીઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. જોકે, આ હુમલામાં એક એજન્ટને ગોળી વાગી હતી.વોશિંગ્ટન ડીસીમાં હિલ્ટન હોટેલમાં વ્હાઈટ હાઉસ દ્વારા આયોજિત હાઈ પ્રોફાઈલ મીડિયા જમાવડા 'વ્હાઈટ હાઉસ કોરેસ્પન્ડેન્ટ્સ ડીનર'માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા, ઉપપ્રમુખ જેડી વાન્સ, કેબિનેટ મંત્રીઓ સહિત અનેક મીડિયા જગત તથા અન્ય સેલિબ્રિટીઓ ડિનર કાર્યક્રમની મઝા માણી રહ્યા હતા. 


પ્રખ્યાત માઈન્ડ રીડર ઓઝ પર્લમેન પરફોર્મ કરી રહ્યા હતા તેવા સમયે અચાનક જ હોટેલના બોલરૂમની બહાર લોબીમાં ગોળીબારના અવાજો સંભળાતા આમંત્રિત મહેમાનોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ટેબલોની નીચે છુપાઈ ગયા હતા.

Reporter: admin

Related Post