અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, ચાર ઈરાની ડ્રોનને તોડી પાડ્યા બાદ ગોરુક અને કેશમ ટાપુ પર આવેલી ઈરાનની તટીય રડાર સાઇટ્સને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી આત્મરક્ષણ હેઠળ કરવામાં આવી છે.ઈરાની મીડિયાએ બંદર અબ્બાસમાં થયેલા હુમલાના દાવાઓને નકારી કાઢ્યા છે.આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની મિસાઈલ ક્ષમતા ઘટી ગઈ છે અને હવે તેના પાસે માત્ર 21–22 ટકા મિસાઈલ જ બાકી છે. તેમણે સાથે જ કહ્યું કે અમેરિકા આ સંઘર્ષનો અંત લાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.બીજી તરફ મધ્યપૂર્વમાં ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે પણ તણાવ યથાવત છે. હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામને સ્વીકાર ન કરાતા પરિસ્થિતિ વધુ જટિલ બની છે.
Reporter: admin







