News Portal...

Breaking News :

ઓપરેશન સિંદૂર પર મોટો દાવો: બે દિવસ વધુ ચાલ્યું હોત તો PoK ભારતમાં હોત – જગદગુરુ રામભદ્રાચાર્ય

2026-06-06 11:26:00
ઓપરેશન સિંદૂર પર મોટો દાવો: બે દિવસ વધુ ચાલ્યું હોત તો PoK ભારતમાં હોત – જગદગુરુ રામભદ્રાચાર્ય


ઓપરેશન સિંદૂર પર મોટો દાવો: બે દિવસ વધુ ચાલ્યું હોત તો PoK ભારતમાં હોત – જગદગુરુ રામભદ્રાચાર્ય

લખનઉ: લખનઉમાં આયોજિત શ્રીરામ કથા કાર્યક્રમ દરમિયાન જગદગુરુ રામભદ્રાચાર્યે ‘ઓપરેશન સિંદૂર’ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો આ ઓપરેશન વધુ બે દિવસ ચાલ્યું હોત, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનો હિસ્સો બની ગયું હોત.કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ મંચ પર હાજર રહ્યા હતા. રામભદ્રાચાર્યે દાવો કર્યો કે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આવેલા નવ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી આતંકવાદ સામે મોટી સફળતા હતી.તેમણે વધુમાં કહ્યું કે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જ્યારે ગુરુદક્ષિણા માંગવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે તેમણે PoKને ભારત પાછું લાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

રામભદ્રાચાર્યે પોતાના સંબોધનમાં વર્ષ 2029માં ફરીથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે અને રાજનાથ સિંહ ફરી સંરક્ષણ મંત્રી બનશે તેવી વાત પણ કહી હતી.આ કાર્યક્રમ દરમિયાન તેમણે રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની અને પોતાના દિવ્યાંગ રાજ્ય વિશ્વવિદ્યાલયને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપવાની પણ માંગ કરી હતી.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં રામભદ્રાચાર્યના જ્ઞાન, સ્મૃતિ અને આધ્યાત્મિક યોગદાનની પ્રશંસા કરી તેમને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.

Reporter: admin

Related Post