News Portal...

Breaking News :

હેલ્થકેર ક્ષેત્રે ક્રાંતિ: ફ્લેક્સિઓરા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વડોદરામાં ભારતનો નેક્સ્ટ-જનરેશન અર્થાગોન બેલ્ટ લોન્ચ

2026-06-06 11:08:37
હેલ્થકેર ક્ષેત્રે ક્રાંતિ: ફ્લેક્સિઓરા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વડોદરામાં ભારતનો નેક્સ્ટ-જનરેશન અર્થાગોન બેલ્ટ લોન્ચ


હેલ્થકેર ક્ષેત્રે ક્રાંતિ: ફ્લેક્સિઓરા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વડોદરામાં ભારતનો નેક્સ્ટ-જનરેશન અર્થાગોન બેલ્ટ લોન્ચ

ભારતના હેલ્થકેર અને વેલનેસ ક્ષેત્રે, ભારત સરકારના DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ કંપની ફ્લેક્સિઓરા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડે તબીબી ક્ષેત્રે એક ક્રાંતિકારી કદમ ઉઠાવતા તેના અત્યાધુનિક ઉત્પાદન અર્થાગોન એન્ડ બેક પેઇન રિલીફ બેલ્ટ્સ (ઘૂંટણ અને કમરના દુખાવામાં રાહત આપતા બેલ્ટ)ને ભારતીય બજારમાં લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.આ નવતર વેલનેસ સોલ્યુશનનો મુખ્ય ઉદ્દેશ્ય લાખો લોકોને દવાઓ પરની નિર્ભરતા અથવા આકસ્મિક સારવાર અને સર્જરી વગર સંપૂર્ણ સુરક્ષિત રીતે ગતિશીલતા, આરામ અને આત્મવિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.આજના સમયમાં બદલાતી જીવનશૈલી, કલાકો સુધી બેસીને કામ કરવાની પદ્ધતિ, વધતી ઉંમર અને શારીરિક શ્રમને કારણે મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર (સ્નાયુ અને સાંધાના દુખાવા)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવી સ્થિતિમાં અર્થાગોન એક કુદરતી અને વૈજ્ઞાનિક વિકલ્પ પૂરો પાડે છે.આ ઉત્પાદનમાં ક્રાંતિકારી ટ્રિપલ-એક્શન થેરાપી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બજારમાં મળતા સામાન્ય બેલ્ટ માત્ર કામચલાઉ સપોર્ટ આપે છે, તેની સામે અર્થાગોન એક વિશેષ અને પેટન્ટ-પેન્ડિંગ ટ્રિપલ-એક્શન ટેકનોલોજી પર કાર્ય કરે છે, જે દુખાવાના મૂળ કારણો પર એકસાથે અસર કરે છે. આ ત્રણેય પ્રક્રિયાઓ નીચે મુજબ છે: હીટ રીટેન્શન ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે છે, સ્નાયુઓને આરામ આપે છે અને જકડાઈ ગયેલા સાંધાના સોજામાં રાહત આપે છે.જેન્ટલ કમ્પ્રેશન સપોર્ટ, જે ઘૂંટણ અને કમરના નીચેના ભાગ (લમ્બાર રીજન)ને સપોર્ટ આપીને વધારાનો સ્ટ્રેસ ઘટાડે છે.ફ્લુઇડ એબ્સોર્પશન ટેકનોલોજી, જે સાંધામાં સોજા અને પ્રવાહી ભરાવાને કારણે થતા દુખાવાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.આ ત્રણેય પ્રક્રિયાઓ મળીને શરીરની કુદરતી રિકવરી પ્રક્રિયાને વેગ આપે છે.

કંપનીના ઉચ્ચ ગુણવત્તાના માપદંડો અને પ્રમાણપત્રો તેના ઉત્પાદનની ગુણવત્તા અને સલામતી પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.આ બેલ્ટના મુખ્ય ફાયદાઓ અને વિશેષતાઓ એ છે કે તેમાં દવાઓની જરૂર નથી અને તેથી કોઈ આડઅસર નથી. ઉપરાંત તે નોન-ટોક્સિક, નોન-એલર્જિક અને એન્ટીબેક્ટેરિયલ-ફ્રી મટીરિયલથી બનાવવામાં આવેલ છે. હલકા મટીરિયલથી બનેલું, આરામદાયક અને લાંબા સમય સુધી વાપરી શકાય તેવી આ પ્રોડક્ટ છે. દિવસ દરમિયાન માત્ર 4 થી 5 કલાક પહેરવાથી અસરકારક રાહત મળે છે.આ પ્રોડક્ટ ખાસ કરીને સંધિવા થી પીડાતા વરિષ્ઠ નાગરિકો, આખો દિવસ ઓફિસમાં બેસી રહેતા આઈટી પ્રોફેશનલ્સ, લાંબું ડ્રાઇવિંગ કરતા લોકો અને મુસાફરો, એથ્લેટ્સ અને ફિટનેસ ઉત્સાહીઓ, શારીરિક શ્રમ કરતા કામદારો તેમજ સર્જરી પછીના (રિહેબિલિટેશન/પુનર્વસન) દર્દીઓ માટે અત્યંત ઉપયોગી છે.કંપની માત્ર માનવ સ્વાસ્થ્ય જ નહીં પરંતુ પૃથ્વીના સ્વાસ્થ્યની પણ કાળજી રાખે છે. આ અંતર્ગત કંપનીએ એક અનોખી ગ્રીન પહેલ શરૂ કરી છે, જેમાં વેચાયેલા દરેક અર્થાગોન બેલ્ટ સામે એક વૃક્ષ વાવવામાં આવશે, જેથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકાય અને ભવિષ્યની પેઢીને હરિયાળું વાતાવરણ મળી શકે. આ ઉપરાંત આ પ્રોડક્ટ બાયોડિગ્રેડેબલ એટલે કે પર્યાવરણમાં ઓગળી જાય તેવી છે.કંપનીના વિઝન અંગે વાત કરતા ડાયરેક્ટર જલેન્દુ પાઠકે જણાવ્યું છે કે, “અમારું લક્ષ્ય પીડામુક્ત સમાજનું નિર્માણ કરવાનું છે. આગામી સમયમાં કંપની ઘૂંટણ અને કમર ઉપરાંત એન્કલ (ઘૂંટી), એલ્બો (કોણી) અને શોલ્ડર (ખભા)ના દુખાવા માટેના બેલ્ટ પણ લોન્ચ કરીને પ્રોડક્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કરશે. આ સાથે જ ભારત સહિત વૈશ્વિક સ્તરે ઇ-કોમર્સ પ્લેટફોર્મ, હોસ્પિટલો, કોર્પોરેટ વેલનેસ પ્રોગ્રામ્સ અને ફિઝિયોથેરાપી સેન્ટર્સ સાથે ભાગીદારી મજબૂત કરવામાં આવશે.”

Reporter: admin

Related Post