ઉપમા બનાવવા માટેની સામગ્રીમાં 2 કપ રવો, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, પાણી જરૂર પ્રમાણે, 1 ચમચી અડદ ની દાળ, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી રાઈ, અડધી ચમચી લીબુંનો રસ, 1 ડુંગળી ( સમારેલી ), 2 ચોપ કરેલ લીલા મરચા, 1 ચમચી લીમડો, 2 ચમચી લીલા વટાણા, 1 સમારેલું ટામેટું, 1 ચમચી ઘી જરૂરી છે.
એક કડાઈમાં રવા ને સેકી લેવો. ત્યારબાદ તેને કાઢી તેલ ગરમ કરવા મૂકવું. હવે તેમાં રાઈનો વઘાર કરવો. હવે તરમાં ચણા ની દાળ, અડદ ની દાળ, લીલા મરચા, મીઠો લીમડો ઉમેરી સેકી લેવું.દાળનો કલર બ્રાઉન થાય ત્યાંસુધી તેને હલાવતા રેહવું. હવે તેમાં કાપેલી ડુંગળી, વટાણા ટામેટું અને ચપટી મીઠુ નાખી સાંતળી લેવું. તેને ત્રણથી ચાર મિનિટ સાંતળી લેવું.
હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી પાંચ મિનિટ માટે ઉકળવા દેવું. હવે તેમાં સેકેલો રવો અને લીબુંનો રસ ઉમેરી મિક્ષર સતત હલાવતા રેહવું. તેને બધી ગાંઠો છૂટી પડે ત્યાં સુધી હલાવતા રેહવું. અને ત્યારબાદ ગેસ પરથી ઉતારી સર્વ કરી લેવું.
Reporter: admin