ગુલાબની બરફી બનાવવા માટેની સામગ્રીમાં 1 લીટર દૂધ, 50 ગ્રામ મિલ્ક પાવડર, 50 ગ્રામ સૂકવેલી ગુલાબની પાંદડીનો પાવડર, 50 ગ્રામ ખાંડ, 1 ચમચી ગુલાબજળ, અડધો કપ મલાઈ, 1 ચમચી પિસ્તાનો ભૂકો જરૂરી છે.
એક કડાઈમાં દૂધને ઉકળવા દેવું. દૂધનેસતત હલાવતા રેહવું. દૂધ ઉકળીને ઓછું થાય એટલે તેમાં મિલ્ક પાવડર, ખાંડ અને મલાઈ ઉમેરવી. ખાંડનું પાણી ઓગળી બધું મિક્ષર થાય ત્યાં સુધી હલાવતા રેહવું. હવે તેમાં ગુલાબનો પાવડર અને ગુલાબજળ ઉમેરી મિક્સ કરવું. હવે તેને એક થાળીમાં બટરપેપર મૂકી પાથરી દેવું. અને તેના પર પિસ્તાની કતરણ પાથરી દેવી. હવે તેને ચોસલા કરી બે થી ત્રણ કલાક માટે ઠરવા દેવું. તેને મનગમતો આકાર આપી શકાય છે.
Reporter: admin