કેન્દ્ર સરકારે વિદેશ સેવામાં મહત્વપૂર્ણ રાજદ્વારી ફેરફાર કરતાં ઈરાક અને સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતના નવા રાજદૂતોની નિમણૂક કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા 17 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ સૌમેન્દુ બાગચીને સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અજય એ. કુમારને ઈરાકમાં ભારતના નવા રાજદૂત બનાવવામાં આવ્યા છે.
સૌમેન્દુ બાગચી 1993 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી છે. તેઓ હાલમાં ઈરાકમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી રહ્યા છે. હવે તેમને સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ, અજય એ. કુમાર 2001 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે અને હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે કાર્યરત છે. તેમને ઈરાકમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બંને અધિકારીઓને વિદેશ નીતિ અને રાજદ્વારી બાબતોમાં લાંબો અનુભવ છે. આ નિમણૂકોને ભારતના બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
Reporter: admin







