વડોદરા: સાવલી તાલુકાના બાલાના મુવાડા ગામે બરોડા સિટીઝન્સ કાઉન્સિલ (BCC)ના માર્ગદર્શન અને હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા પ્રા. લિ., મંજુસરના સહયોગથી નવી તથા સુવિધાસભર ગ્રીન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં હિલ્ટી કંપનીના ડાયરેક્ટર અને CEO ગિરીધર જાંબુનાથન, હેડ ઓફ સેગમેન્ટ વેલ્યુ સ્ટ્રીમ એન્ડ બિઝનેસ કન્ટિન્યુઇટી મિત્તલ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી, ICDS વિભાગના પ્રોજેક્ટ ઓફિસર, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર તેમજ બરોડા સિટીઝન્સ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મમતા સંજય સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન બાળકોએ સ્વાગત અને સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું હતું. મહેમાનોએ જણાવ્યું હતું કે નવી ગ્રીન આંગણવાડીમાં બાળકો માટે કુદરતી અને આનંદદાયક વાતાવરણ સાથે પાયાનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ એજ્યુકેશન થીમ આધારિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ મમતા દિવસ અને કિશોરી દિવસ જેવા કાર્યક્રમોના આયોજન માટે પણ જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

લોકાર્પણ બાદ આંગણવાડી બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ગ્રામજનો અને આંગણવાડી કાર્યકરે જણાવ્યું હતું કે નવી સુવિધાસભર આંગણવાડીથી બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને લાભ મળશે.
કાર્યક્રમના અંતે બાળકોને શૈક્ષણિક કીટ અને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને વાલીઓએ BCC તથા હિલ્ટી કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.




Reporter:







