વડોદરા મધ્યસ્થ જેલ ખાતે જેલ કંપાઉન્ડમાં જાહેર જનતા તથા જેલ સ્ટાફ પરિવારોના ઉપયોગ અર્થે “અમુલ પાર્લર,નવીન સેલ રૂમ” તથા જેલના અંદરના ભાગે “ઓડીયો લાયબ્રેરી”નું જેલોના પોલીસ મહાનિદેશક, ડો.કે.એલ.એન.રાવે,જેલ અધિક્ષક ઉષા રાડા,નાયબ અધિક્ષક એમ.એ.ચૌધરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમુલ પાર્લર તથા સેલ રૂમ” મારફત અમુલ પાર્લર સેન્ટર ખાતે અમુલની તમામ બનાવટ તેમજ સેલ રૂમ ખાતે ચા અને નાસ્તામાં બ્રેડ પકોડા, વડાપાઉ તથા જેલમાં બનાવવામાં આવતા રંગીન ટુવાલ, સુતરાઉ ધાબળા, હાથ રૂમાલ, લુમ કાર્પેટ, બેકરી વિભાગની આઇટમો સેવ, ટોસ, બિસ્કીટ, ખારી, ચવાણૂં, ફુલવડી, સેવ-મમરા, ફરસી પુરી, પાપડી, બુંદી તેમજ અલગ જાતના સાબુ, સાફ-સફાઇના લીકવીડ, ફનિર્ચર જેવા કે ટેબલ-ખુરશી, ટીપોઇ, વેલણ-પાટલી, તેમજ પ્રેસ વિભાગની તમામ ચીજ વસ્તુઓનુ વેચાણ કરવામાં આવશે. જેમાં આવનાર સમયમાં સફારી બેગ ખાતેનો શો-રૂમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
“ઓડીયો લાયબ્રેરી” દ્વારા કેદીઓ મનપસંદ પુસ્તક સાંભળી આનંદ માણી શકશે તથા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અંધજન મંડળ, વસ્ત્રાપુર અમદાવાદના સહયોગથી “ઓડીયો બુક રેકોડીંગ” કાર્યરત કરવામાં આવી છે. જે ઓડીયો રેકોડીંગ બુક દ્વારા અંધજનો સરળતાથી સામયિકો-પુસ્તકોનો આનંદ માણી શકશે.“અમુલ પાર્લર તથા સેલ રૂમ” અને “ઓડીયો લાયબ્રેરીના લોકાર્પણથી જેલ બંદિવાનોને રોજગારી મળી રહેશે અને બંદિવાનો જેલ મુક્ત થયા બાદ પણ સમાજમાં જઇને પુન:સ્થાપન કરી શકશે.આ પ્રસંગે જેલ અધિકાર,કર્મચારી તથા જેલ સ્ટાફ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
Reporter: admin