પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવેલ વિવિધ દરખાસ્તો પૈકી ત્રણ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી જ્યારે અન્ય દરખાસ્તોને શરતી મંજૂરી આપવામાં આવી હતી..
વડોદરા મહાનગરપાલિકાની આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં ચૌદ પ્રપોઝલ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. આ ચૌદ પ્રપોઝલોમાંથી કેટલાક પ્રપોઝલને મંજૂર કરવામાં આવ્યા ત્યારે કેટલાકને નામંજૂર કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ સ્થાયી સમિતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. સ્થાયી સમિતિમાં વિવિધ 14 પ્રપોઝલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં એફોર્ડેબલ હાઉસિંગ ટીપી બે સયાજીપુરા ખાતે આવેલ 434 જેટલા આવા શોમાં કુલ 12 ટાવર આવેલા છે જેમાં 10 ટાવરની લિફ્ટ લગાડ્યા પછી આ લિફ્ટના મેન્ટેનન્સ માટે વિવિધ કંપનીઓ પાસેથી ક્વોટેશન મંગાવવામાં આવ્યા હતા. જેમાં 17,96,373ની કિંમત સાથે ડી આર પટેલ ઇન્ફ્રા વડોદરાના ભાવને મંજુર કરવામાં આવ્યું છે. પાલિકાની વિવિધ કચેરીઓ વિભાગો અને ખાતાઓમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, સિવિલ મિકેનિકલને ઇલેક્ટ્રિકલ વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સાથે ફિલ્ડ સુપરવાઇઝર ની સેવાઓ માટે આઉટસોર્સ એજન્સી મારફતે જાહેરાત પાડીને કર્મચારીઓની નિમણૂક કરવાની બાબતે આ કામને નામંજૂર કરીને 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાલિકાની સીટી એન્જિનિયર ની કચેરી ની અંદર જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતર માળખાકીય સુવિધા ના કામોને સમાવેશ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી આ તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા છે તો બીજી તરફ વહીવટી વોર્ડ નંબર 10 માં આવેલ ભાયલી ડીમાર્ટ થી તળાવ સુધીના ટીપી રોડનો નવીન વરસાદી ગટર પાઇપલાઇન ના કામને નામંજૂર કરવામાં આવ્યું છે. તેના પાંચ ગાર્ડન શાખાના ભાઈલી ટીપી બે અને બીલ ટીપી એકમાં પાર્ટી પ્લોટ ગાર્ડન બનાવવાના કામની રજૂઆત કરવામાં આવી હતી આ કામને પણ સ્થાયી સમિતિમાં ના મંજૂર કરવામાં આવ્યું છે એ ઉપરાંત પશ્ચિમ ઝોન વિસ્તાર ની અંદર નવીન પાર્ટી પ્લોટ બનાવવાના કામને નામંજૂર કરી અન્ય સંસ્થા પાસેથી સીએસઆર ફંડ હેઠળ કામગીરી કરાવવા માટે રજૂઆત કરવામાં આવે છે ઉત્તર ઝોનમાં પણ નવા ગાર્ડન અને નવી પાર્ટી પ્લોટ બનાવવાનું જે કામ હતું તેમાં પણ સીએસઆર હેઠળ કામગીરી કરાવવાની મંજૂરી મળેલ છે આ ઉપરાંત હોર્ટિકલ્ચર લેન્ડસ્કેપ વર્ક જે ટીપી 22 માં કરવામાં થતું હતું તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુરજ વર્કસ શાખામાં એપીએસ તથા ટેમ્પરરી પમ્પ સેટ માટે ચેન હોય બ્લોક અને ઇલેક્ટ્રિકલ સ્ટાર્ટર ખરીદવાના કામો અંગે રજૂઆત કરવામાં આવી હતી આ તમામ કામોને સ્થાયી સમિતિએ મુલતવી રાખેલ છે ઉપરાંત મિકેનિકલ ખાતાની ટ્રેક્ટર વાહન ખરીદવાની જે કામગીરી હતી એ કામગીરીને પણ નામંજૂર કરેલ છે પાલિકાની સ્ટ્રીટ લાઇટ વિભાગની જો વાત કરીએ તો પાલિકાના ખુલ્લા વિસ્તારમાં એરિયલ બંચ કેબલ લગાડવાના કામની રજૂઆત કરવામાં આવી હતી તે કામને 2,25,00,000ના બિનશરતી ભાવ સાથે મંજુર કરવામાં આવ્યું હતું. શહેરનું આકર્ષણનું કેન્દ્ર એવા સયાજી બાગ ઝૂમાં રૂપિયા 75 લાખની વાર્ષિક મર્યાદામાં સિવિલ કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે કામો 20 લાખની મર્યાદામાં કરાવવા અને કામ કર્યા બાદ તેની યાદી સ્થાઈ સમિતિમાં રજૂ કરવાની શરતે મંજૂર કરવામાં આવ્યું છે. આ ઊપરાંત બિલ્ડીંગ પ્રોજેકટ શાખા દ્વારા દાંડિયાબજાર ખાતે નવીન ફાયર સ્ટેશન બનાવવા માટેના કામને નામંજૂર કરવામાં આવ્યું હતું.
*સ્થાયીમાં ભણેલા ગણેલા કોર્પોરેટરો વિકાસની રજૂઆત મચ્છી માર્કેટ ની જેમ કરે છૅ*
વડોદરા શહેરના વિકાસ માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળતી હોય છે. પરંતુ ભણેલા ગણેલા કોર્પોરેટરો શહેરના વિકાસની રજૂઆત મચ્છી માર્કેટ ની જેમ કરતા હોય છે. જોકે સ્ટેન્ડિંગ ની અંદર પણ કોન્ટ્રાક્ટરોમાં પણ વાહલા દાવલાની ની નીતિ કરવામાં આવતી હોય છે. વિસ્તારનો વિકાસ કેવી રીતે થાય અને કેવી રીતે કામગીરી થાય એ જોઈને કોન્ટ્રાક્ટરને કામ આપવામાં નથી આવતું સેમા કટકી વધાર મળે છે એ જોઈને કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે. ચેરમેન કાઉન્સિલરોના કામ અધિકારીઓ સાથે સંકલન કરી કરવા માટે પણ સભાની સંકલનમાં વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે જે પણ કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં કોઈ કામ નથી કર્યા હોય એમ લાગી રહ્યું છે? અને આ બધા કામો ચેરમેન જોડે મજુર કરવા છૅ પણ રજુઆત મચ્છી માર્કેટ ની જેમ કરતા હોય છે. જોકે શિસ્તની પાર્ટીમાં શિસ્તનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે જાગૃતિ કાકા એ આજે ચેરમેનને કીધું કે તમે ખૂબ જ ભોળા છો.
Reporter: News Plus