વડોદરા: શહેરમાં ગઈકાલે રાત્રે કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં આગની ઘટના બાદ આજે અલકાપુરી વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો.
કારેલીબાગના સ્વિમિંગ પૂલમાં ગઈકાલે રાત્રે ઈલેક્ટ્રીક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જેને કારણે પેનલ બોર્ડની સાથે સાથે બેડ, લોકર જેવા ફાઇબરના સાધનોને નુકસાન થયું હતું. જ્યારે બીજો બનાવ આજે બપોરે અલકાપુરીની અરુણોદય સોસાયટીમાં આવેલી વૈભવ બિલ્ડિંગમાં ચોથે માળે બન્યો હતો.
જેમાં ખાનગી ઓફિસમાં આગ લાગતા ફાઈલો, સોફા તેમજ અન્ય ફર્નિચરને નુકસાન થયું હતું. આગની જ્વાળાઓ જોતા આખો ફ્લેટ લપેટાઈ ગયો હોવાનું દેખાતું હતું. ઉપરોક્ત બંને બનાવોમાં વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી.
Reporter: admin