વડોદરા ફાયર બ્રિગેડના નવા ભરતી થયેલા ડે.ચીફ ફાયર ઓફિસર માટે 20 લાખ ની સ્કોર્પીયો ગાડી સીધી ખરીદી કરવાની દરખાસ્ત કમિશનરે સ્થાયી સમિતી સમક્ષ કરી છે. નવા ડે.ચીફ ફાયર ઓફઇસર નૈતિક ભટ્ટ માટે કોર્પોરેશન 20 લાખ ખર્ચવા તૈયાર થઇ ગઇ છે. નૈતિક ભટ્ટ હવે 20 લાખની ગાડીમાં શહેરમાં ફરીને પોતાનો રોફ જમાવશે.
પાલિકાની સ્થાયી સમિતી સમક્ષ કમિશનરે નવાઇ પમાડે તેવી દરખાસ્ત કરી છે. દરખાસ્ત મુજબ અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ માટે હાલ નવા ભરતી થયેલા ડે.ચીફ ફાયર ઓફિસર માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની સ્કોર્પીયો ખરીદવાની હાલ જરુરીયાત છે. જે મુજબ જરુરી સ્પેસીફિકેશન અને ડિઝાઇ મુજબની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સ્કોર્પીયો ગાડી માટે ભારત સરકારના પોર્ટલ પરથી 2046668 મુજબના વાહન પોર્ટલ પરથી કોઇ પણ પ્રકારના ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર સીધી ખરીદ કરવાની દરખાસ્ત કરી છે. ટેન્ડર પ્રક્રિયા વગર સીધી ખરીદી કરવાની કમિશનરે દરખાસ્ત કરી દીધી છે અને હવે નવા ડે.ચીફ ફાયર ઓફિસર નવી સ્કોર્પીયોમાં શહેરમાં ફરીને રોફ જમાવશે.
વડોદરાવાસીઓના ખર્ચે ડે.ચીફ ફાયર ઓફિસરને તાગડધીન્ના કરાવાનો તુચ્છ પ્રયાસ : નવા ડે.ચીફ ફાયર ઓફિસર માટે ટેન્ડર વગર સ્કોર્પીયો ખરીદવા સ્થાયીમાં કમિશનરે દરખાસ્ત કરી છે. નવા ડે.ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ કમિશનર રાણાજીની નીકટના માનવામાં આવે છે અને તેથી કોર્પોરેશનનમા ખર્ચે તેમને 20 લાખની મોંઘી દાટ સ્કોર્પીયોમાં ફરવા મળે તે માટે કમિશનર રાણાજીએ આ દરખાસ્ત સ્થાયીમાં કરી દીધી છે. જો કે કમિશનર રાણાજીએ જાણવું જોઇએ કે ચીફ ફાયર ઓફિસર પાસે 4 ગાડી છે તેમાંથી એક ગાડી નવા ડે.સીએફઓને આપી દે તો વડોદરાવાસીઓના માથે 20 લાખનો બોજો ના પડે. પણ કમિશનર રાણાજી પોતાના માનીતાને નવી સ્કોર્પીયોમાં જ ફેરવવા માગે છે. આ ઉપરાંત મ્યુનિ. કમિશનર રાણાજી પાસે પણ 2 ગાડી છે તો એક તેમના માનીતા ડે.સીએફઓને આપી દે તો પણ વડોદરાવાસીઓને 20 લાખનો બોજો ના પડે. કમિશનર રાણાજીને કદાચ વડોદરા કોર્પોરેશનના ઇમાનદાર અધિકારીઓની જાણ નહી હોય પણ તેમને જણાવી દઇએ કે ભુતકાળમાં જેમણે આજવા નિમેટા ગાર્ડન તૈયાર કરેલો તેવા પાર્ક એન્ડ ગાર્ડન શાખાના ડાયરેક્ટર રહી ચુકેલા મોહન પટેલ તો વડોદરાથી આજવા સુધી રોજ ટ્રેક્ટરમાં જતા હતા અને ત્યારબાદ 2 વર્ષ પછી તેઓ જુની ભંગારમાં પડેલી એમ્બેસેડર જે ખોટકાયેલી હાલતમાં હતી તેને રિપેર કરાવીને રોજ આજવા નિમેટા જતા હતા. તેઓ વડોદરાથી આજવા નિમેટા 100 વખત જતા છતાં તેમને કોર્પોરેશને નવી મોંઘી ગાડી ખરીદીને આપી ન હતી. તેમને 20 લાખની સ્કોર્પીયોની પણ જરુર ન હતી.. કમિશનર રાણાજી સમજી લે કે તેમની પાલિકા સદ્ધર નથીં કે 20 લાખની નવી ગાડીઓ લેવાય. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ફંડ લે છૅ. પ્રજા ના પૈસે તાગડધીન્ના કરવાનું તમે બંધ કરો. વડોદરા શહેરમાં 7 ફાયર સ્ટેશન છે અને તેમાં રોજ જાણે કે વિઝીટ લેવાના હોય તેવા તાયફા ઉભા કરાય છે. ગાડી લેવાશે પછી એના માટે અલગથી ડ્રાઇવર પણ લેવામાં આવશે. કમિશનર રાણાજીએ ધ્યાન રાખવું જોઇએ કે પાલિકાએ 200 કરોડના બોન્ડ તો લીધેલા જ છે અને હજુ પણ કરોડોના બોન્ડ લેવાના બાકી છે. શું કરવા દેવું કરીને ઘી પીવો છો.
Reporter: admin