News Portal...

Breaking News :

વડોદરાને ક્રિએટિવિટી ઓફ ડિઝાઇનનો દરજ્જો મેળવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે

2025-02-27 13:28:19
વડોદરાને ક્રિએટિવિટી ઓફ ડિઝાઇનનો દરજ્જો મેળવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે


વડોદરા : શહેર યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં કોઇપણ શહેર અત્યાર સુધી નામાંકિત થયેલ ન હોય જેથી વડોદરાનો સશક્ત સાંસ્કૃતિક વારસો અને સુંદર સ્થાપત્યને ધ્યાને લેતા વડોદરા શહેરને ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઈન તરીકે નામાંકન થઈ શકે છે તે માટે નામાંકન કરવા માટે કન્સલ્ટન્ટ્ની નિમણૂક કરવાની મંજુરી અર્થે દરખાસ્ત કરવા સ્થાયી સમિતિ સમક્ષ રજુ થઇ છે. 


UCCNની રચના વર્ષ 2004માં શહેરો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. જેને Sustainable Urban Development માટે સર્જનાત્મકતાને વ્યુહાત્મક પરિબળ તરીકે ઓળખી છે. UCCN પ્રોગ્રામ હેઠળ વિવિધ 7 ક્ષેત્ર પૈકી કોઇપણ એક ક્ષેત્રમાં નામાંકન કરવામાં આવશે. જેમાં ક્રિએટિવ સિટી ઓફ ક્રાફટ એન્ડ ફોક્ આર્ટ, ક્રિએટિવ સીટી ઓફ ડિઝાઇન ક્રિએટિવિટી ઓફ ફિલ્મ ક્રિએટિવિટી ઓફ ગેસ્ટ્રોનોમી, ક્રિએટિવિટી ઓફ લિટરેચર ક્રિએટિવિટી ઓફ મીડિયા આર્ટ અને ક્રિએટિવિટી ઓફમ્યુઝિકનો સમાવેશ થાય છે.હાલમાં 350 શહેરોનો નામાંકન UCCN Program હેઠળ થયેલ છે. જેમાં ભારતના 8 શહેર જેમ કે જયપુર, વારાણસી, ચેન્નઇ, મુંબઇ, હૈદરાબાદ, શ્રીનગર, ગ્વાલીયર અને કોઝીકોડેના નામાંકન અલગ-અલગ કેટેગરીમાં પ્રમાણીત થયેલ છે. 



પરંતુ ગુજરાતમાં કોઇપણ શહેર અત્યાર સુધી નામાંકિત થયેલ નથી. વડોદરાનો સશક્ત સાંસ્કૃતિક વારસો અને સુંદર સ્થાપત્યને ધ્યાને લેતા વડોદરા શહેરને Creative Cities of Design તરીકે નામાંકન થઈ શકે છે જે માટે UCCNમાં નોમીનેશન માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ તથા અન્ય તમામ પુર્તતા માટે ડોક્યુમેન્ટ્સ UCCNમાં સબમીટ કરાવીને તે અંગેની તમામ કામગીરી કરે તે માટે કન્સલ્ટીંગ એજન્સીની નિમણૂક કરવી જરૂરી છે. સદર એજન્સી દ્વારા મહાનગરપાલિકામાં તમામ તબક્કે જરૂરી સંમતિ/મંજૂરી મેળવી નોમિનેશન માટેની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. 

Reporter: admin

Related Post