વડોદરા : ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા ની સાથે જ પૌરાણિક મંદિર કારેલીબાગ વિસ્તારમાં આવેલ દેવ સ્થાન સંચાલિત બહુચરાજી મંદિરે ભારે ભીડ જોવા મળી હતી.

સનાતન ધર્મ માં વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે તો બે નવરાત્રી જાપ અને તપ સાથે અનુષ્ઠાન ની નવરાત્રી હોતી હોય છે જેમાં આજથી ચૈત્ર નવરાત્રીનું પ્રારંભ થતા ની સાથે જ માઈ મંદિરોમાં ભારે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ દેવ સ્થાન સંચાલિત બહુચરાજી મંદિરે ભારે ભક્તો ની ભીડ જોવા મળી હતી

આ મંદિર સાથે અનેક ભક્તો ની આસ્થા જોડાયેલી છે માતાજીના ચરણોમાં ભક્તો શ્રીફળ અને ચુંદડી અર્પણ કરી માતાજીના આશીર્વાદ લેતા હોય છે આ ચૈત્ર નવરાત્રીમાં ભગવાન રામે પણ નવમા દિવસે જન્મ લીધો હતો તો સાથે પૂનમના દિવસે રુદ્ર સ્વરૂપ એટલે કે હનુમાનજીએ પણ જન્મ લીધો હતો જેને લઇ આ મહિનાનું ખૂબ મહત્વ સનાતન ધર્મમાં રહેલું છે.






Reporter: admin