News Portal...

Breaking News :

ગાંધીનગર સેક્ટર 4 વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ:આગ ઓલવવા આવેલા 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત

2025-04-12 09:48:31
ગાંધીનગર સેક્ટર 4 વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ:આગ ઓલવવા આવેલા 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત



ગાંધીનગર : એક ચોંકાવનારા જોરદાર બ્લાસ્ટના અહેવાલ સામે આવ્યાં છે. અહીં સેક્ટર 4 વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થતાં આગ ઓલવવા આવેલા 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. 


તેમની હાલતને જોતાં તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના રાતે લગભગ 12:30 વાગ્યે બની હતી. જેની જાણકારી મળતાં જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને જાણ કરી હતી.આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ કહ્યું કે અમને ગાંધીનગરના સેક્ટર 4 માં રહેણાંક વિસ્તારમાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. 


ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર ફાઈટર્સ ટીમના સભ્યો આવી ગયા હતા. ચારેયની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post