News Portal...

Breaking News :

આજે હનુમાન જન્મોત્સવ પર 57 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ધનલાભ માટે કરો આ ખાસ ઉપાય

2025-04-12 09:42:55
આજે હનુમાન જન્મોત્સવ પર 57 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ધનલાભ માટે કરો આ ખાસ ઉપાય


વડોદરા : હનુમાનજીનો જન્મ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ વર્ષે હનુમાન જયંતિનો પર્વ ખૂબ જ દુર્લભ સંયોગ લઈને આવ્યો છે. હનુમાન જયંતિ શનિવારે (12 એપ્રિલ) છે, જે હનુમાનજીનો પ્રિય દિવસ છે. એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે યોગ્ય વિધિઓ સાથે હનુમાનજીની પૂજા કરે છે તેમને ઇચ્છિત ફળ મળે છે. આ દિવસ હનુમાનજીની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.



જાણો શુભ મુહૂર્ત:- 
ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ શનિવારે (12મી એપ્રિલ) સવારે 03:21 વાગ્યે શરૂ થશે અને રવિવાર (13મી એપ્રિલ) સવારે 05:51 વાગ્યે સમાપ્ત થશે. હનુમાન જયંતિ પર પૂજા માટેનો પહેલો શુભ સમય 12મી એપ્રિલના રોજ સવારે 7:34થી 9:12 સુધીનો છે.ત્યારબાદ બીજો શુભ સમય સાંજે 6.46થી 8:08 સુધીનો રહેશે. આ દરમિયાન તમે કોઈપણ શુભ કાર્ય પણ શરૂ કરી શકો છો.હનુમાન જયંતિ આ વર્ષે ખૂબ જ ખાસ છે કારણ કે આજના દિવસે શનિ 57 વર્ષ પછી પંચગ્રહી યોગ બનાવવા જઈ રહ્યો છે. આ દિવસે હસ્ત નક્ષત્રમાં મીન રાશિમાં પંચગ્રહી યોગ બનશે. 


સૂર્ય, શનિ, રાહુની ત્રિયુતિ હશે અને તેની સાથે શુક્ર-બુધના યુતિને કારણે લક્ષ્મી નારાયણ યોગ બનશે.હનુમાન જયંતિ પર સાંજે લાલ કપડું પાથરીને હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર દક્ષિણ તરફ મુખ કરીને રાખો. લાલ કપડાં પહેરીને લાલ આસન પર બેસો. ઘીનો દીવો અને ચંદનની અગરબત્તી અથવા ધૂપ પ્રગટાવો. તેને ચમેલીના તેલમાં ભેળવીને નારંગી સિંદૂર અને ચાંદીનું વર્ક ચઢાવો. ત્યારબાદ લાલ ફૂલોથી પુષ્પ અર્પણ કરો. પ્રસાદ તરીકે લાડુ અથવા બુંદી ચઢાવો. તમે કેળા પણ ચઢાવી શકો છો. દીવો 9 વાર ફેરવીને આરતી કરો અને 'ऊं मंगलमूर्ति हनुमते नमः' મંત્રનો જાપ કરો.


Reporter: admin

Related Post