News Portal...

Breaking News :

નોટબંધી વખતે રદ કરાયેલી ૨૦ લાખની ચલણી નોટો સ્વીકારવાનો આરબીઆઈને હાઈ કોર્ટેનો નિર્દેશ

2025-03-12 17:26:27
નોટબંધી વખતે રદ કરાયેલી ૨૦ લાખની ચલણી નોટો સ્વીકારવાનો આરબીઆઈને હાઈ કોર્ટેનો નિર્દેશ


મુંબઈ :  ઈન્કમ ટેક્સની રેઈડ દરમ્યાન જપ્ત કરાયેલી  નોટબંધી વખતે રદ કરાયેલી ૨૦ લાખની ચલણી નોટો સ્વીકારવાનો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા  (આરબીઆઈ)ને હાઈ કોર્ટે નિર્દેશ આપીને કોલ્હાપુરના રહેવાસીઓના જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 


સરકારે રદ કરેલી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો જમા કરવાની ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ની આપેલી મુદતના થોડા દિવસ પહેલાં ૨૬ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ રેઈડ પાડવામાં આવી હતી. અરજદારોને ૧૭ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ જપ્ત રકમ પાછી અપાઈ હતી. ત્યાર સુધીમાં આરબીઆઈની મુદત પણ વિતી ગઈ હતી અને બાદમાં બેન્કોમાં નોટ જમા કરવામાં મુશ્કેલી આવી રહી હતી.મુદત ચૂકી ગયા હોવાથી આરબીઆઈએ અપીલ નકારી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે વિલંબમાં તેમનો કોઈ વાંક ન હોતો કેમ કે ચલણી નોટો સરકારની કસ્ટડીમાં હતી.


આરબીઆઈએ બચાવમાં દલીલ કરી હતી સમય મર્યાદા બાદ જમા કરાયેલી નોટોના સિરિયલ નંબર આપવા જરૃરી છે જે અરજદારો આપી શક્યા નહોતા. કોર્ટે અરજદારોને તેમના નિયંત્રણ બહારના સંજોગોને લીધે દંડીત કરવા અન્યાયકારી ગણાશે એમ નોંધીને તેમની વ્યથાને ધ્યાનમાં લીધી હતી. ૨૭ ફેબુ્રઆરીએ કોર્ટે આરબીઆઈને આ રકમ સ્વીકારવાનો આદેશ આપીને ૨૦ લાખની પૂરી રકમ એક સપ્તાહમાં અરજદારને પાછી આપવામાં આવે તેની તકેદારી લેવા જણાવ્યું હતું. આવકવેરા ખાતાએ રેઈડમાં રકમ જપ્ત કર્યા બાદ તપાસમાં આસિસ્ટંટ ડિરેક્ટરે પોલીસને ૧૦ જાન્યુઆરી ૨૦૧૭એ જાણ કરી હતી કે રકમ અરજદારોને ૧૭ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ પાછી આપવામાં આવે.

Reporter: admin

Related Post