તેલ અવીવ : ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે હજુ પણ સંઘર્ષ યથાવત છે.
જેમાં લેબનોન પર ઈઝરાયેલે કરેલા હુમલાથી ઈરાન અને હિઝબુલ્લા સતત ઈઝરાયેલને નિશાન બનાવી રહ્યું છે. તેમાં પણ તેમનો ટાર્ગેટ હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ છે. જેમાં શનિવારે હિઝબુલ્લાએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કૈસરિયામાં તેમના ઘર પાસે બે રોકેટ પડ્યા હતા.
દેશની સુરક્ષા એજન્સીએ આ ઘટનાને ગંભીર ગણાવી છે.આ મામલે પોલીસ અને શિન બેટની આંતરિક સુરક્ષા એજન્સીએ કહ્યું કે આ હુમલા સમયે વડાપ્રધાન અને તેમનો પરિવાર ઘરે ન હતો. અમે આ મામલે તપાસ શરૂ કરી છે. હિઝબુલ્લાએ એક મહિનામાં બીજી વખત ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર હુમલો કર્યો છે.
Reporter: admin