News Portal...

Breaking News :

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, જામકંડોરણામાં પૂરમાં તણાયા પશુઓ

2024-06-26 19:46:31
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, જામકંડોરણામાં પૂરમાં તણાયા પશુઓ





આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પલટો આવ્યો હતો અને અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે રાજકોટ જિલ્લામાં પણ પટલો આવતા આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પલટો આવ્યો હતો અને અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે રાજકોટ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેતપુરના જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં મુછડાધાર વરસાદના કારણે અનેક જગ્યાઓએ ખેતરોમાં પાણી ભરાયા હતા તો નદીઓ પણ બે કાંઠે વહી હતી. તેમજ જામકંડોડા નજીક આવેલ બરડીયા ગામે અચાનક પુરાવી જતાં જ ભેંસો પાણીમાં તણાઈ હતી. તેમજ વરસાદના ભયાનક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.



આજે બપોર બાદ રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.અને કેટલાય ગામોમાં મુસડાધાર વરસાદ પડવાના કારણે નદીઓ બે કાંઠે વહી હતી. અને ખેતરોમાં પણ નદી જેવો માહોલ છવાયો હતો અને ગામની બજારોમાં પણ પાણી વહેતા થયા હતા. સારો વરસાદ પડતા જ ખેડૂતોમાં પણ ક્યાંક આનંદની લાગણી જોવા મળી રહી હતી. છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીની લાગણી છવાય હતી.



જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય વિસ્તારોમાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો હોવાનું સામે આવ્યું છે. તેમજ અન્ય તાલુકામાં એક ઇંચ થી લઇ બે સુધીનો વરસાદ પડ્યો છે. અને હજી સુધી પણ અનેક તાલુકાઓમાં વરસાદી વાતાવરણ વરસાદ જોવા મળી રહ્યો છે.

Reporter: News Plus

Related Post