વડોદરા : 23 નવેમ્બરથી શરૂ થનારી BCCIની સ્થાનિક ક્રિકેટની આ મુખ્ય T20 ટૂર્નામેન્ટમાં, બરોડાને ઉત્તરાખંડ, તમિલનાડુ, ત્રિપુરા, કર્ણાટક, સિક્કિમ અને બે પડોશીઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે ગ્રુપ બીમાં મૂકવામાં આવ્યું છે.
બરોડાની પ્રથમ મેચ ગુજરાત સામે થશે, જે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. 15 ડિસેમ્બરના રોજ ફાઈનલ રમાશે.એક બાજુ 22 નવેમ્બરના રોજ ભારતીય ટીમ પર્થમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમવા માટે મેદાન પર ઉતરશે. તો બીજી બાજુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક્શનમાં જોવા મળશે. લાંબા સમયથી ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલો હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયામાં નહિ પરંતુ ભારતમાં પોતાની તાકાત દેખાડશે.હાર્દિક પંડ્યા બ્રેક બ્રાદ ફરીથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા મેદાનમાં ઉતરી રહ્યો છે. 23 નવેમ્બરથી શરુ થઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાટે હાર્દિક પંડ્યા ઘરેલું ટીમ બરોડામાં પરત ફરી રહ્યો છે.
તે ભાઈ ક્રુણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે.હાર્દિક પંડ્યા બ્રેક બ્રાદ ફરીથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા મેદાનમાં ઉતરી રહ્યો છે. 23 નવેમ્બરથી શરુ થઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાટે હાર્દિક પંડ્યા ઘરેલું ટીમ બરોડામાં પરત ફરી રહ્યો છે. તે ભાઈ ક્રુણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે.સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નું ઓક્શન જેદ્દામાં થશે. ક્રુણાલ પંડ્યા ઓક્શનનો ભાગ હશે. જ્યારે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેને ટીમે રિટેન કર્યો છે.
Reporter: admin