News Portal...

Breaking News :

‘હનુમાન અંશ’ ફિલ્મની ટીમે પરિવર્તન સ્કૂલની મુલાકાત લીધી, વિશેષ બાળકો સાથે સમય વિતાવ્યો

2026-08-17 13:08:29
‘હનુમાન અંશ’ ફિલ્મની ટીમે પરિવર્તન સ્કૂલની મુલાકાત લીધી, વિશેષ બાળકો સાથે સમય વિતાવ્યો

 વડોદરા: બાબા શ્રી નીમ કરોલીના જીવનના 43 વર્ષના પ્રસંગોને આધારે બનાવવામાં આવેલી ફિલ્મ **‘હનુમાન અંશ’**ની ટીમે વડોદરા શહેરના મહાવીર હોલ ચાર રસ્તા નજીક આવેલી આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડની મુલાકાત લીધી હતી. ફિલ્મના સભ્યોએ શાળાના મનોદિવ્યાંગ બાળકો સાથે મુલાકાત કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો.

આ મુલાકાત અંગે ફિલ્મના રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, આશરે 20 વર્ષ પહેલાં અચાનક તેમની ગાડી નૈનિતાલ નજીક આવેલા કૈચી ધામ ખાતે રોકાઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે બાબા શ્રી નીમ કરોલીના જીવન અંગે સંશોધન કર્યું અને તેમના જીવન પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો.

વિશાલ ચતુર્વેદીના જણાવ્યા મુજબ, બાબા શ્રી નીમ કરોલીએ પોતાનું જીવન સમાજસેવામાં સમર્પિત કર્યું હતું. તેવી જ રીતે આસ્થા ફાઉન્ડેશન દ્વારા પણ વિશેષ બાળકોની સેવા અને સંભાળ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

આસ્થા ફાઉન્ડેશનમાં વર્ષ 2010થી આશરે 20 તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા 150 જેટલા મનોદિવ્યાંગ બાળકોની સંભાળ અને તાલીમ આપવામાં આવી રહી છે. બાળકોના શિક્ષણ, તાલીમ અને સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ફિલ્મની ટીમે સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી. વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, સમાજમાં આજે પણ એવા લોકો છે, જેઓ પોતાનું જીવન સમાજસેવા માટે સમર્પિત કરી રહ્યા છે. આવા લોકો પાસેથી પ્રેરણા મેળવી મનોદિવ્યાંગ બાળકોની સેવા અને સંભાળમાં યોગદાન આપવાની જરૂરિયાત છે.

Reporter: admin

Related Post