27 મી આલ ઇન્ડિયા વાદોકાઇ કરાટે સ્પર્ધાનું આયોજન ભાનુ ભવન , દાર્જિલિંગ ખાતે તારીખ 30 મે થી 01 જૂન , 2025 ના રોજ પ્રમુખ બાલકૃષ્ણ શુક્લ, હાંસી રાજેશ અગ્રવાલ,પ્રોફેસર પ્રદીપસિંહ ચુંડાવત ,ડો સુબ્રતો દાસ, રીટા અગ્રવાલ વિગેરેના માર્ગદર્શનમાં ભવ્ય સફળ થઈ હતી.

ઉપરોક્ત ચેમ્પિયનશિપમાં ઇન્ડિયા વાડોકા ના 12વ રાજ્યોના 270 વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ગુજરાત પ્રથમ ,વેસ્ટ બંગાળ દ્વિતીય આસામ અને અરુણાચલ તૃતીય રહ્યા હતા.
મુખ્ય મેહમાન ભૂપેન્દ્ર ઘિસિગ, તેમજ અતિથિ વિશેષ લખપા શેરપા સાહેબના હસ્તે વિજેતા વિધાર્થીને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિજેતા વિધાર્થીઓના કોચ નિખિલ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, દેવિકા અગ્રવાલ હતા.

વડોદરાના વિજેતા વિધાર્થીઓ ની યાદી આ પ્રમાણે છે:
પનશુલ પ્રજાપતિ સિનિયર પુરુષ કાતામા ગોલ્ડ મેડલ અને સિનિયર કુમિતેમા ગોલ્ડ.
ખ્વાહિશ ચાવડા જુનિયર ગર્લ્સ કાતામા ગોલ્ડ અને કુમિતેમા સિલ્વર મેડલ,નિવેદિતા કદમ, -કેડેટ ગર્લ્સ કાતા મા સિલ્વર મેડલ અને કુમિતેમા સિલ્વર મેડલ ,કરણ શાહ સિનિયર પુરુષ કાતા મા સિલ્વર અને કુમિતે મા બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
Reporter: