દાહોદ : સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર દાહોદમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના પ્રયાસ અને હત્યાના કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે.
દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાના કેસમાં આચાર્યને લીમખેડા સેશન્સ કોર્ટ દ્વારા ગંભીર બેદરકારી બદલ સજા ફટકારવામાં આવી છે. સેશન્સ કોર્ટે આરોપી ગોવિંદ નટને 10 વર્ષની સજા સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આરોપીના વકીલના જણાવ્યા અનુસાર, કોર્ટે POCSO અને હત્યાના કેસને નકારી દીધો છે અને કોર્ટે ગંભીર બેદરકારી માટે BNSની કલમ 105(2) હેઠળ સજા કરી છે. પોલીસે જે પણ તપાસ કરી હતી અને જે પુરાવા રજૂ કર્યા હતાં તે કોર્ટે માન્ય નથી રાખ્યા.
Reporter: admin