જલસા કરો જેઠાલાલ.. 40% જમીનની કપાત નહીં, કોમન પ્લોટ છોડવાની જરૂર નહીં...
ગોત્રી ડ્રાફટ ટીપી 8 માં પાલિકાએ જમીનનો પંચક્યાસ કરી રજા ચિઠ્ઠી રદ કરવી જોઈએ..
મોજે ગોત્રી ડ઼ાફટ ટી.પી. સ્કીમ નં ૮ માં અવેલા મોજે ગોત્રીના બ્લોક નંબર - ૨૧૮.૨૧૯-૨૩૦-૨૩૧-૨૩૨ તમામ બ્લોક ને ભેગો કરીને ફાળવામાં આવેલો ફાયનલ પ્લોટ નંબર ૫૦/૧ કે જેનું કુલ ક્ષેત્રફળ ૩૦૮૫૭ ચો.મીટર છે. જેમાં શેરવૂડ વિલા નામની હાઈરાઈઝ રહેણાંક સ્કીમ ૪૦ % કપાત કયૉ વગર બાંધકામ પરવાનગી શાખા દ્વારા ૨૦૨૨/૨૦૨૩ મા વિકાસ પરવાનગી આપી મોટો ભ્રષ્ટાચાર કરી હાઈરાઈઝ બિલ્ડીંગ ની રજાચિઠી મંજૂર કરવામાં આવેલ છે.

સદર રે.સ.નંબર મા ૪૦% કપાત કરેલ નથીં તે આપેલ વિકાસ પરવાનગીઓ પરના દસ્તાવેજી પુરવા ઉપર સાબિત થાય છે,
તેથી નવા નિમણૂક પામેલ પ઼માણીક મ્યુનિસિપલ કમિશનર શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના પ઼માણીક અધિકારીઓ દ્વારા આ રે.સ.નંબર વાળી જમીન નો પંચક્યાસ કરવો જોઈએ...અને ૪૦ ટકા જમીન ટી.પી.સ્કીમ ના નિયમ મુજબ છોડી ના હોય તો આપેલી રજા ચિઠ્ઠી રદ કરવી જોઈએ, અથવા સદર રે.સ.નંબર ના ૪૦ % જમીનનો બજાર ભાવ મુજબ vmc મા જમા કરાવવા જોઈએ. અને ઇન્ક્રીમેન્ટ ચાર્જશીટ રકમ દંડ થતા વ્યાજ સહીતની બિલ્ડર પાસેથી વસુલાત કરવી જોઈએ... અને જો એ આ રકમ ના ભરે તો બિલ્ડર સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ. નિયમ મુજબ બિલ્ડરે કોમન પ્લોટ પણ છોડ્યો નથી. ટીડીઓ, ડે. ટીડીઓ, આર્કિટેક્ટ સામે પગલા ભરી લાયસન્સ રદ કરી અને બ્લેક લિસ્ટમા મુકવો જોઈએ. બાંધકામ પરવાનગી શાખાના ટીડીઓ, ડે.ટીડીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી મહાનગર પાલીકાની તીજોરીને કરોડોનું નુકસાન કરવામાં આવી રહ્યું છે.જેમાં શેરવૂડ વિલા નામની હાઈરાઈઝડ રહેણાંક સ્કીમ ૪૦ % કપાત કર્યા વગર બાંધકામ પરવાનગી શાખા દ્વારા ૨૦૨૨/૨૦૨૩ મા વિકાસ પરવાનગી આપી મોટો ભ્રષ્ટાચાર કરી હાઈરાઈઝડ બિલ્ડીંગની રજાચિઠ્ઠી મંજૂર કરવામાં આવેલ છે. કુબેર ભવન નગર આયોજન અધિકારીની ઓફીસમાંથી જે ટી.પી.નો અભિપ્રાય આપેલ છે.તેમની પણ પુરી તપાસ કરવી જોઈએ.
ટી.પી.મા ૪૦% કપાત વગર એસ.ટી.પી.દ્વારા ભ્રષ્ટાચાર કરી કેટલા અભિપ્રાય આપવામા આવેલ છે. બિલ્ડર સચિન રવિન્દ્ર પટેલ (સચિન પટેલ & એસોસિએટ ના માલિક કે જે વડોદરા શહેરમાં શેરવૂડ ૯૬. શેરવૂડ બ્લીસ, શેરવૂડ વિલા, શેરવૂડ ૨૩ શેરવુડ ઓપુલનટ, સિનેમોલ નામક મોલ, જેવી સ્કીમો ધરાવે છે. એ તમામ વિકાસ પરવાનગીઓ આપેલ છે. ટી.ડી.ઓ દવારા ભ્રષ્ટાચાર થયેલ છે કે કેમતેની પુરી તપાસ થવી જોઈએ. તે બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર. ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, સામે તપાસ કરશે.તેમની સામે ગંગાજળ સ્કીમ નો કાયદો અમલ કરશે..
Reporter: admin