News Portal...

Breaking News :

ગૂગલ ગેરકાયદે પોતાની મોનોપોલી રાખવા માટે અબજો રૂપિયા ખર્ચે છે આ કાર્ય કાયદા વિરુદ્ધ છે : અમેરિકન કોર્ટના ગુજરાતી જજ અમિત પ્રિયવદન મહેતા નો ચુકાદો

2024-08-07 21:05:45
ગૂગલ ગેરકાયદે પોતાની મોનોપોલી રાખવા માટે અબજો રૂપિયા ખર્ચે છે આ કાર્ય કાયદા વિરુદ્ધ છે : અમેરિકન કોર્ટના ગુજરાતી જજ અમિત પ્રિયવદન મહેતા નો ચુકાદો




 કોલંબિયા : અમેરિકાની કોર્ટ દ્વારા હાલમાં જ એક ખૂબ જ મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદો મૂળ પાટણના અને ગુજરાતી જજ અમિત પ્રિયવદન મહેતાએ ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક વિરુદ્ધ આપ્યો છે. અમિત મહેતા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગૂગલ ગેરકાયદે પોતાની મોનોપોલી રાખવા માટે અબજો રૂપિયા ખર્ચે છે અને આ કાર્ય કાયદા વિરુદ્ધનું છે.



ગૂગલ સામેના ચુકાદામાં અમિત મહેતાએ કહ્યું હતું કે બિઝનેસમાં રહેવા તેઓ ગેરકાયદે અબજો રૂપિયા ખર્ચે છે જે કાયદાનો ભંગ છે. ગૂગલ તેના સર્ચ એન્જિનને ડિફોલ્ટ રાખવા માટે સ્માર્ટફોન કંપનીઓને પૈસા ચૂકવે છે. માર્કેટમાં મોનોપોલી રાખવા માટે આ કાયદા વિરુદ્ધ હોવાનું અમિત મહેતાએ કહ્યું છે. આથી આ ચુકાદાને કારણે કંપનીઓ જે રીતે સર્ચ એન્જિનની મદદથી એડવર્ટાઇઝિંગ કરે છે એમાં બદલાવ જોવા મળી શકે છે. તેમ જ ગૂગલ સામેના આ ચુકાદાથી પ્રેરણા લઈને હવે એપલ અને એમેઝોન જેવી કંપનીઓ પણ શિકાર બની શકે છે. જો અપર-કોર્ટ દ્વારા આ ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો તો માર્ક ઝકરબર્ગની મેટા કંપનીને પણ એડવર્ટાઇઝમેન્ટ માટે તકલીફ પડી શકે છે.



અગાઉ 2020ના ઇલેક્શનમાં હારી ગયા બાદ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સપોર્ટર દ્વારા વોશિંગટન ડીસીમાં આવેલી યુનાઇટેડ સ્ટેટ કેપિટલ બિલ્ડિંગ પર અટેક કરવામાં આવ્યો હતો. આ હુમલો કરવા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને ઉશ્કેર્યા હોવાનો આરોપ હતો. આથી આ કેસ કોર્ટમાં ગયો હતો. અમિત મહેતા પાસે આ કેસ આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આ કેસમાંથી તેમને છૂટકારો આપવા માટે વિનંતી કરી હતી અને કહ્યું હતું કે એમાં તેમનો કોઈ હાથ નહોતો. જો કે અમિત મહેતાએ તમામ માહિતી જોયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની અરજીને ફગાવી હતી.
2014ની 31 જુલાઈના રોજ એ સમયના પ્રેસિડેન્ટ બરાક ઓબામા દ્વારા અમિત મહેતાને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઑફ કોલંબિયાના જજ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જજ એલન સેગલ હુવેલને સિનિયર પોઝિશન મળી હોવાથી અમિત મહેતાને તેમની જગ્યાએ નોમિનેટ કરવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post