અમદાવાદ : સોનાના ભાવમાં વધારો ચાલુ છે, આ સાથે સોનું પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયાના રેકોર્ડ સ્તરને પાર સ્પર્શી ગયું છે. જોકે, સોનાના આ ભાવમાં ખરીદી પરનો GST શામેલ છે.
આ સોનાના ભાવનું સૌથી ઊંચું સ્તર છે. આ સાથે સોનાના ભાવ અંગે લગાવવામાં આવી રહેલી બધી અટકળો સાચી સાબિત થઈ છે. ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ સોના પર 1 લાખ રૂપિયાનો લક્ષ્યાંક ભાવ આપ્યો હતો. જોકે, આ માટેની અંતિમ તારીખ આ વર્ષના અંત સુધી હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ સોનામાં આ પહેલા પણ આટલો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો. આનું સૌથી મોટું કારણ ડૉલરમાં વધુ ઘટાડો અને ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ હુમલો અને ફેડરલ રિઝર્વ સાથે વધતા વિવાદનું કારણે જોવા મળ્યું. આ સમગ્ર ઘટનાને કારણે યુએસ શેરબજારમાં વેચવાલી વધી, જ્યારે સોનાના ભાવમાં વધારો થયો.રિપોર્ટ મુજબ, અખિલ ભારતીય રત્ન અને જ્વેલર્સ એસોસિએશનના ચેરમેન યોગેશ સિંઘલે જણાવ્યું કે "સોમવારે સાંજે દિલ્હી બજારમાં સોનું, ટેક્સ (3% GST) સાથે 1,00,250 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું હતું". અખિલ ભારતીય રત્ન અને જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના વાઇસ ચેરમેન અવિનાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2025થી સોનાના ભાવમાં 30% અને 8 એપ્રિલ 2025ના રોજ 2982 ડોલરના નીચલા સ્તરથી 14.5%નો વધારો થયો છે. આ ઉપરાંત ટેરિફ વોર વચ્ચે ડોલરના નબળા પડવાને કારણે ભારતીય રૂપિયો મજબૂત થયો છે. બીજી તરફ HDFC સિક્યોરિટીઝનું કહેવું છે કે ટ્રમ્પની આંતરરાષ્ટ્રીય વેપાર નીતિઓને કારણે અનિશ્ચિતતાએ સોના જેવી સલામત-સંપત્તિની માંગને મજબૂત બનાવી છે, સાથે જ વૈશ્વિક મંદીની શક્યતા વધી છે.
અમદાવાદમાં સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ
22 કેરેટ સોનાનો ભાવ 90,210.
24 કેરેટ સોનાનો ભાવ 98,410.
Reporter: admin