વડોદરા: એક વેપારી સાથે તેના મિત્રએ ઇન્વેસ્ટમેન્ટના નામે 6.91 લાખ રૂપિયા લીધા બાદ છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સયાજીગંજ વિસ્તારની નટરાજ ટાઉનશિપમાં રહેતા અને ફર્નિચરની દુકાન ધરાવતા દત્તાત્રેય સાળુંકેએ પોલીસને કહ્યું છે કે, મારા વિદ્યાર્થી કાળનો મિત્ર વિનોદ રમણભાઈ સોલંકી (કુર્ચનગામ,ભરૂચ) જુલાઈ 2021 માં મને મળ્યો હતો અને પોતે સોલાર અને ઈમિગ્રેશનના બિઝનેસમાં સેટ થઈ ગયો હોવાનું કહ્યું હતું.વિનોદે બિઝનેસ વધારવા માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોવાનું કહી રૂ.દસ લાખનું રોકાણ કરવા માટે કહ્યું હતું. જેની સામે તેણે 20 થી 30 ટકા રિટર્ન મળશે તેવી ખાતરી આપી હતી.
મારી પાસે 6.91 લાખની વ્યવસ્થા હોવાથી મેં તે રકમ વિનોદને આપી હતી.વેપારીએ કહ્યું છે કે, ત્યારબાદ વિનોદ નફાની રકમ આપતો ન હતો. મારે લોનના હપ્તા ભરવાના હોવાથી મે વારંવાર તેની પાસે રૂપિયા માંગ્યા હતા. પરંતુ વિનોદ કોઈને કોઈ બહાનું કાઢતો હતો. આખરે મેં મૂડી પરત માંગતા વિનોદે તેણે બિઝનેસમાં રોકાણ કર્યું નથી પણ રકમ શેર માર્કેટમાં રોકી દીધી છે અને કાંઈ મળે એમ નથી તેમ કહ્યું હતું. જેથી સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
Reporter: admin