મૈસુર: કર્ણાટકના મૈસુરના વિશ્વેશ્વરાય નગરમાં એક એપાર્ટમેન્ટમાં એક પરિવારના ચાર સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
અહેવાલો અનુસાર, આ આપઘાતનો મામલો છે. 45 વર્ષીય ચેતન ઘરની અંદર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેમની 43 વર્ષીય પત્ની રૂપાલી અને પુત્ર 15 વર્ષીય કુશલ અને 62 વર્ષીય માતા પ્રિયંવદા મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને આશંકા છે કે ચેતને આપઘાત કરતા પહેલા તેના પરિવારના સભ્યોને ઝેર આપ્યું હતું. જોકે, આ ઘટના પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.અહેવાલ અનુસાર, ચેતન એક મિકેનિકલ એન્જિનિયર હતો જે HR કન્સલ્ટન્સી ફર્મ ચલાવતો હતો. તેના પર ભારે દેવું હતું કારણ કે તેણે ખાનગી શાહુકારો સહિત અનેક નાણાકીય સંસ્થાઓ પાસેથી લગભગ ૩ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા.
ચેતનનો પરિવાર વિશ્વેશ્વરનગરમાં એક ફ્લેટમાં રહેતો હતો અને તેની માતા તે જ માળે બાજુના ફ્લેટમાં એકલી રહેતી હતી.પોલીસના જણાવ્યાનુસાર, ચેતન અને તેની પત્ની રૂપાલીએ અંગ્રેજીમાં ત્રણ પાનાની એક નોટ લખી હતી જેમાં જણાવ્યું હતું કે તે પોતાની જાતે બનાવેલી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.આત્મહત્યા કરતા પહેલા ચેતને સવારે લગભગ 4 વાગ્યે અમેરિકામાં રહેતા તેના ભાઈ ભરતને ફોન કર્યો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'અમે આત્મહત્યા કરવાના છીએ' અને પછી ફોન કાપી નાખ્યો. ચિંતાતુર ભરતે તરત જ ચેતનના સાસરિયાઓને જાણ કરી અને તેમને એપાર્ટમેન્ટમાં જવા કહ્યું. કમનસીબે, ચેતનના સાસુ આવ્યા ત્યાં સુધીમાં ઘટના ઘટી ગઈ હતી.
Reporter: admin