રેલવે ગરનાળા માં પાણી ભરાતા પશ્ચિમ વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો વિશ્વામિત્રી નદી સીઝનમાં પહેલી વાર બેકાંઠે વહેતી થઈ સ્કૂલ વાન પાણીમાં ફસાઈ જતા સ્કૂલ વાનમાં બેઠેલા વિધાર્થીઓ ફસાયા
વડોદરા શહેરમાં વહેલી સવાર થી મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ શરુ કરતા સવારના છ વાગ્યાથી 11:30 સુધીમાં શહેરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને ચાર ઈંચ
વરસાદના કારણે શહેરના રાવપુરા, કારેલીબાગ, મકરપુરા માંજલપુર, માંડવી, વીઆઈપી રોડ, ખોડીયાર નગર, અમિત નગર, ગોરવા, ગોત્રી સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સાથે શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ગરનાળા માં પાણી ભરાતા ગરનાળું બંધ કરતા પશ્ચિમ વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો હતો
વડોદરા શહેરમાં ખાબકેલ ચાર ઈંચ જેટલા વરસાદે પાલિકા તંત્રની 60 કરોડ ના ખર્ચે કરવામાં આવેલ પ્રિમોનસુમ કામગરીની પોલ ખોલી નાખી હતી અને શહેરના મોટાંભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલના થતા ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા રાજમાર્ગો સ્વીંગપૂલ માં ફેરવાઈ ગયા હતા ધોધમાર વરસાદના કારણે વિશ્વામિત્રી નદી સીઝનમાં પહેલી વાર બેકાંઠે વહેતી થઈ હતી અને વિશ્વામિત્રી નદીની સપાટી વધી 9 ફુટે પહોંચી હતી વિશ્વામિત્રી નદી 9 ફૂટ પર પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા હતા જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે
શહેરમાં ભારે વરસાદ ના પગલે જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ઓફિસના મુખ્ય પ્રવેશદ્વાર બહાર લીમડાનું મોટું વૃક્ષ ધડાકાભેર ધરાશાય થતા ત્યાં હાજર તબીબી આલમમાં ગભરાટ ફેલાઈ ગઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી તો બીજી તરફ શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસે ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાતા સ્કૂલ વાન પાણીમાં ફસાઈ જતા સ્કૂલ વાનમાં બેઠેલા વિધાર્થીઓ ફસાયા હતા અને વિધાર્થીઓએ ઘૂંટણ સમા પાણીમાં સ્કૂલ વાનને ધક્કો મારી બહાર કાઢવાની ફરજ પડી હતી
Reporter: admin