શ્રીજીની ૩ ફીટ સુધીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી વીસર્જન થાય તે માટે સત્તત ચોથા વર્ષે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ ગણેશ વીસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે. જ્યાં રોજ પાણી ફિલ્ટર કરવાની સાથે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે તે માટે સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
ગત વર્ષે ૧૦ દિવસ દરમ્યાન ૩૨૦૦ ઉપરાંત શ્રીજીની પ્રતિમાઓ નું વીસર્જન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ ને ધ્યાનમાં રાખી પૂજાપા, ફુલ હાર સાહિતની સામગ્રી એકત્રિત કરી ખાતર બનાવવામાં માટેનું મશીન મુકવામાં આવશે. આ ઉપરાંત ભાવિ ભકતો શ્રીજીની આરતી ભક્તિમય માહોલમાં કરે તે માટે ૨૫ ઉપરાંત સ્ટોલ ઉભા કરવાની સાથે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સતત સફાઈ ની સાથે પીવાના પાણી ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત તબીબી ટીમ અને વિલચેર સાહિતની સુધાઓની સાથે સેલ્ફી સ્ટેન્ડ પણ ઉભુ કરવામાં આવશે.
ભક્તો પોતાના શ્રીજી નું વિસર્જન નિહાળી શકે તે માટે એલઇડી સ્ક્રીન મુકવામાં આવનાર છે.38 × 19 ફીટ અને ૪ ફીટ ડીપ ના કુંડ માં રોજ માટી નીકાળી દિવસમાં એક વખત પાણી ફિલ્ટર કરવામાં આવશે.તા.૬/૦૯/૨૦૨૪ ને શુક્રવારના રોજ ભૂદેવોની ઉપસ્થિતિ માં ધાર્મિક વિધિ પુજા અર્ચના અને ૧૧ પવિત્ર નદીઓ ના પાણી ના અભિષેક સાથે ઇન્દ્રપ્રસ્થ ગણેશ કુંડ જાહેર જનતા માટે ખુલો મુકવામાં આવશે. ૧૦ દિવસ મંડળ ના સ્વયંસેવકો ની ટીમ ખડે પગે સેવા આપશે.
તા.૭/૦૯/૨૦૨૪ થી તા.૧૭/૦૯/૨૦૨૪
ઈલોરાપાર્ક શાક માર્કેટ સામે, રેસ્કકોર્ષ વેસ્ટ, વડોદરા
સમય : સવારના ૭:૦૦ થી રાતના ૧૨:૦૦ સરનામું : ઇન્દ્રપ્રસ્થ ગણેશ વીસર્જન કુંડ
Reporter: admin