News Portal...

Breaking News :

ફાયર વિભાગનું સતત બીજા દિવસે વિવિધ હોસ્પિટલમાં ચેકીંગ 

2024-05-28 17:38:40
ફાયર વિભાગનું સતત બીજા દિવસે વિવિધ હોસ્પિટલમાં ચેકીંગ 


ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું - ફાયર એનઓસી અને વિવિધ ઇકવીપમેન્ટ્સ બાબતે ચકાસણી કરવામાં આવી વડોદરા ફાયર વિભાગ દ્વારા વિવિધ હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટની ઘટના બાદ વિવિધ હોસ્પિટલમાં યોગ્ય રીતે ફાયર એનઓસી છે કે કેમ તે અંગેની ચકાસણી કરવામાં આવી હતી. 


રાજકોટ ની ઘટના ન પડઘા ઠેર ઠેર પડ્યા છે ત્યારે તંત્ર  જાગ્યું છે. રાજ્યસરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે  વિવિધ હોસ્પિટલ તેમજ ભીડભાડ વળી જગ્યાઓએ ચેકીંગ હાથ ધરવાનું. આ અંગે વડોદરા ફાયર વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે. એસએસજી હોસ્પિટલના બાળકોના વિભાગ ખાતે પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું જો કે આ વિભાગમાં પણ ફાયર ઇકવીપમેન્ટ્સ એક્સપાયરી ડેટના જોવા મળ્યા  હતા.ત્યાર બાદ ફાયર વિભાગે ઝાયડસ હોસ્પિટલ, અકોટાની એક હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલમાં પણ તપાસ હાથ ધરી હતી. અને ફાયર વિભાગના સ્ટાફ તેમજ ઇકવીપમેન્ટ્સનું ચેકીંગ કર્યું હતું. જ્યાં તેઓને ત્રુટિ જણાઈ હતી ત્યાં જાણ કરવામાં આવી હતી અને જરૂર પડ્યે નોટિસ પણ આપવામાં આવી હતી. 



રાજ્ય સરકારના આદેશ, ફાયર એનઓસી ન હોય તો ફરિયાદ નોંધો રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકાર પણ મોડે મોડિટી જાગી છે અને ભીડભાડ વાળી જગ્યાઓ મોલ, મલ્ટીપ્લેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળે ચકાસણી કરવા તાકીદ કરવામાં આવી છે અને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ફરિયાદ નોંધવા માટેની તાકીદ કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ હવે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે. શહેરના અનેક એવા સ્થળો છે જ્યાં આ પ્રકારની એનઓસી નહિ હોય અને અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલતું હશે જુએ હવે ખુલ્લા પડશે

Reporter: News Plus

Related Post