News Portal...

Breaking News :

વડોદરામાં એટલાન્ટિક બિલ્ડિંગમાં આગથી દોડધામ

2025-03-20 13:59:48
વડોદરામાં એટલાન્ટિક બિલ્ડિંગમાં આગથી દોડધામ


વડોદરા :શહેરમાં ગત મોડીરાત્રે વડીવાડી વિસ્તારમાં આવેલ એટલાન્ટિક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી. 


બિલ્ડિંગના ચોથા માળ પર આગના ધુમાડાઓ દેખાતા જ બિલ્ડિંગમાં ગભરાહટ ભરી ભાગદોડ મચી ગઈ હતી,આગ અંગેની જાણ થતા જ વાડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું રેસ્ક્યુ કર્યું હતું સાથે જ આગ પર પણ કાબુ મેળવ્યો હતો સદ્દનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.

Reporter: admin

Related Post