મુંબઈઃ મહારાષ્ટ્રના ભંડારામાં એક ઑર્ડિનસ ફેક્ટરીમાં આગ લાગી હોવાના અહેવાલો છે. કલેક્ટર સંજય કોલ્ટેના જણાવ્યા અનુસાર આબ ભિષણ છે અને ફેક્ટરીની છત ધરાશાયી થઈ છે.
આ ઘટનાની મળેલી પ્રાથમિક વિગતો અનુસાર પાંચ જણ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા છે જ્યારે અનેક ઘાયલ છે. બે જણને બાચાવાયા છે, તેમને સામાન્ય ઈજાઓ છે.મહારાષ્ટ્રના ભંડારામાં લાગેલા વિસ્ફોટનો અવાજ સાંભળી લોકો ગભરાઈ ગયા હતા.
ફેક્ટરીમાં ઘણા જણે હાજર હોવાની આસંકા છે. બેને બચાવી લેવાયા છે. જોકે આ મામલે હજુ સત્તાવાર માહિતી મળી નથી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો હાજર છે અને આગ ઓલવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે.
Reporter: admin