ડભોઇ: પોલીસ સ્ટેશન ટાઉન માં સવા બે વર્ષ સુધી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર એસ.જે. વાઘેલાની વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારંભ તેમજ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલાનો આવકાર સમારંભનો કાર્યક્રમ લેઉવા પટેલવાડી ખાતે ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને તેમજ ડીવાયએસપી આકાશ પટેલ અને ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ નગરના વેપારીઓ દરેક સમાજના આગેવાનો પોલીસ કર્મચારીઓ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડભોઇ નગરમાં પોલીસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરનાર એસ જે વાઘેલાને વિદાય સમયે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું અને આતશબાજી અને ફૂલોની મહેક અને તેઓને બુકે સાલ ઓઢાડી હોલમાં ઉપસ્થિત તમામે સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે નવા નિમણૂક પામેલા પીઆઈ કે જે ઝાલાએ તમામને આવકાર આપી પોતાનો ટૂંકો પરિચય આપ્યો હતો અને જે રીતે પી આઇ એસ જે વાઘેલાને સાથ સહકાર આપ્યો હતો તેવી જ રીતના કાયદો વ્યવસ્થા સાચવવા સાથ અને સહકાર આપવા જણાવ્યું હતું.
જ્યારે કે ડભોઇ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલે વિદાય લેતા એસ જે વાઘેલા ને શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા નિમણૂક પામેલા પીઆઇ કે જે ઝાલાને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. અને કાર્યક્રમના અધ્યક્ષ ડભોઇ વિધાનસભાના લોકલાડીલ ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો શહેર તાલુકાના વેપારીઓ તમામ સમાજના આગેવાનો પોલીસ કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin