વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કામગિરી કરવા માટે આઉટસોર્સિંગ દ્વારા 100 પટાવાળાને કોન્ટ્રાક્ટના ધોરણે સપ્લાય કરવા માટે કોન્ટ્રાક્ટર અલ્ટ્રામોર્ડન એજન્સીના હાલના કોન્ટ્રાક્ટની સમય મર્યાદા 3 મહિના અથવા નવો કોન્ટ્રાક્ટ મંજુર ના થાય ત્યાં સુધી વધારવાની મંજુરી આપવા સ્થાયીમાં દરખાસ્ત થઇ છે.
પાલિકામાં 100 પટાવાળાને કોન્ટ્રાક્ટથી સપ્લાય કરવા માટે 2023ના વર્ષમાં કોન્ટ્રાક્ટર અલ્ટ્રામોર્ડન એજન્સીને 1 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવા સ્થાયીએ મંજુરી આપી હતી.આ કોન્ટ્રાક્ટની સમય મર્યાદા 15 જાન્યુઆરી 2025માં પુરી થાય છે.હવે આ વાર્ષીક કોન્ટ્રાક્ટની ટેન્ડર પ્રક્રિયા જીઇએમ પોર્ટલ મારફતે કરવાની છે પણ તેની મંજૂરી સાથેની વહીવટી પ્રક્રિયામાં સમય લાગે તેમ હોવાથી પાલિકાની કચેરીઓની રોજીંદી કામગિરીમાં વિક્ષેપ ના પડે તે માટે હાલના કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા 3 મહિના લંબાવવા અથવા નવો કોન્ટ્રાક્ટ મંજૂર ના થાય ત્યાં સુધી વધારવો પડે તેમ છે.
આ બાબતે હાલના કોન્ટ્રાક્ટરે 2023માં મંજૂર થયેલ ભાવ અને શત મુજબ કામ કરવા સંમતિ આપી છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતી સમક્ષ કરાઇ છે.
Reporter: admin