છોટાઉદેપુર , શનિવાર : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી અંતર્ગત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ, જાહેરાતો, સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર સંદર્ભે ત્રણ ટીમો દ્વારા ૨૪×૭ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહયું છે.
આ મીડિયા મોનીટરીંગ સેન્ટરની ચૂંટણી પંચ દ્વારા ૨૧-છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટે નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકશ્રી સુમિત ગજભીયે (IDAS) એ એક્સપેન્ડિચર મોનિટરિંગના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.ચૌધરી સાથે મુલાકાત લઈને મીડિયા મોનીટરીંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ તકે ખર્ચ નિરીક્ષકશ્રીએ ચૂંટણી ખર્ચ સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું. મીડિયા નોડલ અધિકારી અને સહાયક માહિતી નિયામકશ્રીએ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટરમાં થઈ રહેલી કામગીરીથી ખર્ચ નિરીક્ષકશ્રીને વાકેફ કર્યા હતા.
Reporter: