News Portal...

Breaking News :

EVM હેક થઈ શકે છે, ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ નાગરિકોએ જાણવું જરૂરી છે કે તેમના દરેક વોટની ગણતરી થઇ છે ઈલોન મસ્ક

2024-06-16 17:08:23
EVM હેક થઈ શકે છે, ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ નાગરિકોએ જાણવું જરૂરી છે કે તેમના દરેક વોટની ગણતરી થઇ છે ઈલોન મસ્ક







નવી દિલ્હી : ભારતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં EVMનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઈલોન મસ્કે ઈવીએમ અંગે એક શંકા વ્યક્ત કરતો મોટો દાવો કર્યો છે. 
 તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિશે કહ્યું કે, EVM હેક થઈ શકે છે, અને EVM ઉપયોગ જ બંધ કરીને ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ. 




આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હટાવવાની માંગ કરી હતી. સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્કે આ ટિપ્પણી અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જૂનિયર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ પર જવાબરૂપે કરવામાં આવી હતી. 




ખરેખર તો કેનેડી જુનિયરે તેમની પોસ્ટમાં પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓમાં EVM સંબંધિત કથિત મતદાનમાં થયેલી ગેરરીતિઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્યૂર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈવીએમ સંબંધિત સેંકડો ગેરરીતિઓ પકડાઈહતી. સૌભાગ્યથી ત્યાં એક પેપર ટ્રેલ હતું એટલા માટે સમસ્યા ઓળખી જવાઈ અને વોટની ગણતરી યોગ્ય રીતે થઇ. વિચારો એ ક્ષેત્રોમાં શું થતું હશે જ્યાં કોઈ પેપર ટ્રેલ નથી? અમેરિકન નાગરિકોએ એ જાણવું જરૂરી છે કે તેમના દરેક વોટની ગણતરી થઇ છે અને તેમની ચૂંટણી એકદમ પારદર્શક રીતે સંપન્ન થઇ છે. 

Reporter: News Plus

Related Post