સાવલી : તાલુકાના પોઇચા કનોડા ગામે મહી નદીમાં ૪૨૯.૭૬ કરોડના ખર્ચે બનનાર મહી નદી પર બનનાર વિશાળ વિયરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુર્હુત કર્યું હતું.
તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાવલીમાં બનનાર નવનિર્મિત બસ ડેપો વર્કશોપનું પણ ઇ. ખાત મુહુર્ત કર્યું હતું.આજે સાવલી ખાતે યોજાયેલા કાર્યક્રમ ફ્લૉપ શો સાબિત થયો હતો. કાર્યક્રમ શરૂ થતાની સાથે કાર્યકરો સ્થળ છોડી મેદાન બહાર જવા લાગ્યા હતા. દર્શકોને અટકાવવા પોલીસે ગેટ બંધ કર્યા હતા. પરંતુ હોબાળો થતાં આખરે દરવાજા ખોલવા પડ્યા હતા.મહી વિયર યોજના થકી સાવલી ડેસર ઠાસરા તથા ઉમરેઠ તાલુકામાં ભૂગર્ભજળ સ્તર ઊંચા લાવવા, તથા મીઠા પાણીના જળ સંગ્રહ થશે.10 મીટર ઊંચો બનનાર પોઇચા કનોડા વીયર થી ૪૯૦ ઉપરાંત કુવાઓ રિચાર્જ થશે.
મંત્રી કુવરજી બાવળીયા સાંસદ હેમાંગ જોશી, સાવલી ધારાસભ્ય અને જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યાતેમજ સાવલીના ૭૭૦૦૦ જેટલી વસ્તીને પીવાના પાણી અને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ ૧૫ કિલોમીટર સુધી પાણી ભરાશે અને નદીની બંને બાજુ ૪ કિલોમીટર સુધી ભૂગર્ભ જળનું સિંચન થશે.આ મહી વિયર થી ૯૦ લાખ ચોરસ મીટર માં જળ સરોવર મત્સ્ય ઉદ્યોગ પશુપાલન તેમજ કૃષિ અને ઔધોગિક એકમોને ફાયદો પહોંચશે.
Reporter: admin