News Portal...

Breaking News :

પીધા વગર પણ ચડે છે 4 પેગ જેટલો નશો?

2024-05-03 18:34:14
પીધા વગર પણ ચડે છે 4 પેગ જેટલો નશો?


બેલ્જિયમની એક વ્યક્તિ દારૂ બનાવતી કંપનીમાં કામ કરતી હતી. તે ઓફિસ સમય બાદ ઘરે પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં ટ્રાફિક-પોલીસે 'ડ્રંક એન્ડ ડ્રાઇવ' કેસમાં તેની ધરપકડ કરી હતી. જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે ખુલાસો કર્યો કે તેણે બિલકુલ દારૂ પીધો નથી.ન્યાયાધીશે તેની તબીબી તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તે 'ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ' નામની દુર્લભ બીમારીથી પીડિત છે. 'ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ' માં શરીર જાતે જ આલ્કોહોલ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે.આલ્કોહોલિકનાં તમામ લક્ષણો હોય છે. વ્યક્તિ હંમેશાં નશામાં જ રહે છે. નિર્ણય લેવામાં તકલીફ પડે છે, બધું ધૂંધળું લાગે છે, માથું ફરતું રહે છે.આજે 'તબિયતપાણી' માં આપણે દુર્લભ બીમારી 'ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ' વિશે વાત કરીશું. તમે એ પણ જાણી શકશો કે...આનાથી કેવા પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે?એની સારવાર શું છે?ઈન્દોરની મેદાંતા સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. હરિ પ્રસાદ યાદવ જણાવે છે કે દારૂ બનાવવા માટે કાર્બોહાઈડ્રેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બોહાઇડ્રેટ્સમાં આથો આવે છે અને દારૂમાં રૂપાંતરિત થાય છે. આ સ્વાસ્થ્ય સ્થિતિ ગટ ફર્મેન્ટેશન સિન્ડ્રોમ પણ છે, જેમાં આપણું શરીર કાર્બોહાઇડ્રેટ્સમાં આથો લાવવાનું શરૂ કરે છે અને એને આલ્કોહોલમાં રૂપાંતરિત કરે છે.



અમેરિકન મહિલા સારાહ લાઇફબારને લગભગ ત્રણ વર્ષ પહેલાં આવી જ બીમારી હતી. તે દારૂ નહોતી પીતી છતાં પણ તે સતત નશામાં રહેતી હતી. ડોકટરો તેમને કોઈપણ પ્રકારની બીમારી હોવાનો ઈનકાર કરી દેતા હતા, ઊલટાનું કહેતા હતા કે તે દારૂ પીવે છે. આવું તેની સાથે 20 વર્ષની ઉંમરે શરૂ થયું હતું.18 વર્ષ પછી 38 વર્ષની ઉંમરે ખબર પડી કે તે 'ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ'થી પીડિત છે. ત્યાં સુધીમાં તેમની તબિયત એટલી બગડી ગઈ હતી કે લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી.


આ એક સ્વાસ્થ્ય સ્થિતિ છે, જેમાં શરીર પોતે જ યીસ્ટ ઇથેનોલ બનાવવાનું શરૂ કરે છે. તે એક પ્રકારનો દારૂ છે. આ આલ્કોહોલ લોહીમાં ભળીને આખા શરીરમાં પહોંચે છે. આ જ કારણ છે કે ઓટો બ્રુઅરી સિન્ડ્રોમથી પીડિત દર્દી સતત નશામાં રહે છે અને જો તે દારૂ પીવે તોપણ માત્ર એક-બે પેગ તેને આખી બોટલ જેવો નશો કરી દે છે.
આપણા પેટમાં અબજો સૂક્ષ્મ જીવોની દુનિયા છે. બેક્ટેરિયા અને ફૂગ જેવા ઘણા સૂક્ષ્મ જીવો એમાં રહે છે. કેટલાક ખમીર પણ તેમની સાથે રહે છે. આ બધા મળીને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આમાં કેટલાક યીસ્ટ છે, જે કાર્બોહાઇડ્રેટ્સને ઇથેનોલ એટલે કે આલ્કોહોલમાં રૂપાંતરિત કરે છે. જો આંતરડાંમાં આ યીસ્ટની સંખ્યા વધે છે તો પછી ઊર્જા સ્ત્રોત બનવાને બદલે શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ આલ્કોહોલમાં ફેરવવાનું શરૂ કરે છે, જે આથાનું કામ છે

Reporter: News Plus

Related Post